અરજી:બાગાયતદારો માટે 31 જુલાઇ સુધી આઇ પોર્ટલ ખુલ્લું મૂકાયું

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન અરજી કરી નકલ કચેરીમાં જમા કરાવવી

બાગાયત ખાતા દ્વારા આઇ ખેડુત પોર્ટલ તા 31 જુલાઈ સુધી સામાન્ય તેમજ અનુસુચીત જાતિના બાગાયતદારો માટે પોર્ટલ ખુલ્લુ મુકાયુ છે. પોરબંદર જીલ્લાનાં બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકોમાં ઓનલાઇન www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ ઉપર અરજી કરી શકશે.

બાગાયતદાર ખેડુતો તાલીપત્રી, પ્લાસ્ટીક કેરેટ, દવા છાંટવાના પંપ (સાદા અને બેટરીવાળા) અને ફક્ત અનુસુચીત જાતિના ખેડુતોને પેક હાઉસમાં ઘટકમાં સહાય અરજી કરી તેની પ્રીંટ સાથે જરૂરી સાધનીક કાગળો 7-12, 8-અ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક (આધાર લીંક) ની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસ નં-20, જીલ્લા સેવાસદન-2, સાંદિપની રોડ, પોરબંદરએ પહોચતી કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જાણાવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...