હાલાકી:માધવપુરમાં આવેલું હોવરક્રાફટ 24 કલાક બાદ પણ ચાલુ ન થયું

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનીકલ ટીમની મહેનત છતાં સફળતા ન મળી

માધવપુરમાં ગઇકાલે કોસ્ટગાર્ડના હોવર ક્રાફટમાં ટેકનીકલ ખામી સર્જાતા તે માધવપુરના દરિયાકિનારે આવી પહોંચયું હતું. કોસ્ટગાર્ડની ટેકનીકલ ટીમે તેની ખામી દૂર કરવાના 24 કલાકથી પ્રયત્નો કરવા છતાં કોસ્ટગાર્ડની ટીમને હજુ સફળતા મળી ન હતી.ભારતીય તટરક્ષક દળનું હોવરક્રાફ્ટ વેરાવળ થી ઓખા તરફ જઇ રહ્યું હતું તે દરમિયાન ગુરુવારે મધદરિયે તેમાં ટેકનિકલ કોઈ ખામી સર્જાઇ હતી.

આથી તેમણે પોરબંદર કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરી તેને માધવપુર દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું. બાદમાં કોસ્ટગાર્ડની એક ટેકનિકલ ટીમ અને પોલીસ કાફલો માધવપુર ખાતે દોડી ગયો હતો અને ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટેકનિકલ ટીમને આ હોવરક્રાફટમાં આવેલ ફોલ્ટ દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હોવાથી 24 કલાક બાદ પણ હોવરક્રાફ્ટ આજે સવારે પણ માધવપુર દરિયા કિનારે પડેલું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...