તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડિયાળનું સમારકામ કરવા માંગ:પોરબંદરમાં આવેલા ઐતિહાસિક ત્રણ ઘડિયાળ ટાવર વર્ષોથી બંધ હાલતમાં

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધરોહર સમા ટાવરને રિપેર કરી ઘડિયાળનું સમારકામ કરવા માંગ ઉઠી

પોરબંદરમાં રાજાશાહી વખતના ટાવર આવેલા છે. જેનું યોગ્ય જતન નહીં થતા મોટાભાગના ટાવરો બંધ હાલતમાં જોવા મળે છે, આ ટાવરની ઘડીયાલના કાંટા થંભી ગયા છે તેને પૂર્વવત કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.

પોરબંદર શહેરમાં રાણીબાગ, માણેકચોક, સ્ટેટલાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં રાજાશાહી વખતના ટાવરો આવેલા છે. આ ટાવરની ઘડીયાલો છાસવારે બંધ પડી જાય છે. અગાઉ નગરપાલિકાએ લાખો રૂપીયાનો ખર્ચ કરીને આ ટાવરોને જીવંત કર્યા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાલ આ ત્રણેય ટાવરો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

શહેરની શોભા ગણાતા ઐતિહાસિક ધરોહર એવા રાજાશાહી વખતના ટાવરોનું જતન કરવામાં નહીં આવતા આ ટાવરો હાલ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે જેને પગલે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ ધરોહર સમા ઘડીયાલના ટાવરો રીપેર કરાવી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો