નુકસાન:શહેર મધ્યે આવેલ હિંગળાજ માતાના મંદિરે આગ લાગી

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખંડ જ્યોત અકસ્માતે પડી જતાં ગર્ભગૃહમાં આગ લાગી
  • ​​​​​​​માતાજીના શણગાર સહિતની ચીજોને નુકસાન

પોરબંદરના શહેર મધ્યે એમજી રોડ પર આવેલ હિંગળાજ માતાના મંદિરે વહેલી સવારે મંદિરની જ્યોતના કારણે આગ લાગતા ગર્ભગૃહમાં નુકશાન થયું છે.પોરબંદરના એમજી રોડ પર મુખ્ય બજારમાં આવેલ 200 વર્ષ પૌરાણિક હિંગળાજ માતાજીના મંદિરે પ્રથમ નોરતે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. આ મંદિર ભાવિકો અને ખાસ કરીને વેપારીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રી દરમ્યાન માતાજીને શણગાર તેમજ નવ દિવસ રાત્રે મહા આરતી થાય છે. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે મંદિરમાં અંખંડ જ્યોત ચાલુ હોય છે.

નવરાત્રી દરમ્યાન મંદિરની વિશેષ વ્યવસ્થા અને સેવા માટે પૂજારી ગીરધરલાલ પંડીયા આવ્યા હતા અને સુતા હતા ત્યારે વહેલી સવારે 5:45 વાગ્યે ધુમાડા જેવું લાગતા તેઓએ નજર કરતા આગ લાગી હોવાનું જણાતા તુરંત ટ્રસ્ટી અને ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા માતાજીના શણગાર વસ્ત્રો, ચૂંદડી, દાગીના સહિતની ચીજો બડીને ખાક થઈ ગઈ છે. મંદિરમાં માતાજીની પ્રતિમાને પણ નુકશાન થયું છે. પ્રથમ નોરતે મંદિરમાં આગના બનાવને પગલે ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી છે. ટ્રસ્ટીઓ એ જણાવ્યું હતું કે, મંદિરમાં સમારકામ અને માતાજીની પ્રતિમાનું ટચિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રે જ મહા આરતી થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...