પોરબંદર:વીરભનુની ખાંભીથી ઇન્દિરાનગર સુધીનો હાઇવે સ્ટ્રીટ લાઈટ વિહોણો

માંગ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટો અકસ્માત સર્જાય તે પહેલા લાઈટો ગોઠવવા માંગ ઉઠી

પોરબંદરના વીરભનુની ખાંભીથી ઇન્દિરાનગર સુધીનો હાઇવે સ્ટ્રીટ લાઈટ વિહોણો છે. હાઇવે પર અંધારપટ્ટ છવાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડે છે.જેથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. મોટો અકસ્માત સર્જાય તે પહેલા લાઇટો ગોઠવવા માંગ ઉઠી છે. પોરબંદરના વીરભનુની ખાંભી થી ઇન્દિરાનગર સુધીના હાઇવે પર વર્ષોથી લાઈટ નથી. આ હાઇવે લાઈટ વિહોણો રહેતા રાત્રિના સમયે અંધારપટ્ટ છવાયેલ રહે છે. આ હાઇવે અતિ મહત્વનો હાઇવે છે. આ હાઇવે પર બિરલા ફેકટરી, કામદાર કોલોની, કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર, કેન્દ્રીય વિદ્યાલય, ઇન્દિરા નગર, રાજ મહેલ ડાયટ, ક્વાર્ટર, તેમજ વસવાટ કર્તાઓ અહી રહે છે.

આ હાઇવે પર સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે ભારે અંધારપટ્ટ છવાઈ જતા વાહન ચાલકોને વાહનોની હેડ લાઈટ પર આધાર રાખવો પડે છે. આ હાઇવે પરથી સાયકલ થી માંડીને અતિ ભારે વાહનો પસાર થતા હોય છે. ઉપરાંત હાઇવે રોડ પર કેટલાક સ્થળે ઉબડ ખાબડ રસ્તો છે. અને ડસ્ટિંગ ના કારણે રોડની એક સાઈડ ડસ્ટિંગ ફેલાયેલ છે તેમજ મસમોટો ખાડો આવેલ છે. જેથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સેવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માત બને છે. કોઈ અધટિત ધટના બને તે પહેલા આ હાઇવે પર સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...