તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર જિલ્લામાં 13 દિવસમાં સૌથી વધુ 429 યુવાનો થયા સંક્રમિત

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં 57 બાળકો સંક્રમિત થયા તથા કિશોર અને 280 વૃદ્ધના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે

પોરબંદર જિલ્લામાં 13 દિવસમાં સૌથી વધુ 429 યુવાનો કોરોના સંક્રમિત થયા છે જ્યારે 57 જેટલા કિશોર અને બાળકો તેમજ 280 વૃદ્ધના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધ્યો છે. કોરોનાની બીજી વેવમાં જિલ્લા ભર માંથી અનેક લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે 13 દિવસની વાત કરીએ તો 22/5 થી 3/6 સુધીમાં 18 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા 429 યુવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાની બીજી વેવમાં આ 13 દિવસમાં સૌથી વધુ યુવાનો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાની બીજી વેવમાં બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે જેમાં આ 13 દિવસમાં 2 વર્ષથી 12 વર્ષના 27 બાળકો તેમજ 13 વર્ષથી 17 વર્ષની વય ધરાવતા 30 કિશોરના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત આ 13 દિવસમાં 45 વર્ષથી 93 વર્ષ સુધીના પ્રૌઢ, આધેડ અને વૃદ્ધો પણ સંક્રમિત થયા હતા જેમાં 13 દિવસમાં 280 આધેડ અને વૃદ્ધનો સમાવેશ થયો છે. આ 13 દિવસમાં 765 લોકો કોરોના સંક્રમિત બન્યા હતા અને 1004 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા હતા.

13 દિવસમાં સંક્રમિત થયેલ બાળકો અને કિશોરના તારીખ દીઠ આંકડા

તારીખબાળકોકિશોર
22/516
23/541
24/551
25/523
26/511
27/522
28/554
29/502
30/556
31/521
1/600
2/602
3/601

​​​​​​​13 દિવસમાં સંક્રમિત થયેલ યુવાન અને આધેડ-વૃદ્ધના તારીખ દીઠ સંખ્યા

તારીખયુવાનઆધેડ-વૃદ્ધ
22/54827
23/55029
24/54825
25/53620
26/54636
27/53918
28/52927
29/54130
30/56247
31/5139
1/683
2/636
3/663

​​​​​​​13 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દી અને ડિસ્ચાર્જ થયાનો આંકડો

તારીખપોઝિટિવડિસ્ચાર્જ
22/58280
23/58482
24/57986
25/56194
26/58495
27/56182
28/56592
29/57285
30/512088
31/52590
1/61140
2/61160
3/61030

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...