પોરબંદર ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારના નાગરીકો માટે પોરબંદર રેલ્વે સ્ટેશનથી હરિદ્વાર સુધીની ટ્રેન ચાલુ કરવી જરૂરી બની છે. હરિદ્વાર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ભાવિકો અવારનવાર હરિદ્વાર જાય છે. પોરબંદર રેલ્વે સ્ટેશનથી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન નથી, પરંતુ દિલ્હી સુધીની ટ્રેન છે. પોરબંદરથી ઉપડતી દીલ્હી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તેમજ હરિદ્વારની ટ્રેન પોરબંદર થી ઉપાડવામાં આવે તો હાલ જે ટ્રેનોનું મેઇન્ટેનન્સ થાય છે તેનો લાભ મેળવી શકે અને મુસાફરોને રિટર્ન ટિકિટ મળી શકે.
હાલ દિલ્હી સુધીની ટ્રેન હોવાથી મુસાફરોને આ ટ્રેન બદલવી પડે છે અને ટિકિટ માટે ઉભવુ પડે છે, ટ્રેન બદલતી વખતે માલ સામાન સાથે અન્ય પ્લેટફોર્મ સુધી જવું પડે છે જેથી મુસાફરોને મુશ્કેલી પડે છે જેથી પોરબંદરથી દિલ્હીની ટ્રેન હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તો મુસાફરોને સરળતા રહે અને મુશ્કેલી દૂર થાય તેમ છે.
તેમજ આ હરિદ્વારની ટ્રેનમાં ટ્રાફિક પણ મળી શકે અને આસપાસના જિલ્લાના મુસાફરોને પણ આ ટ્રેનનો લાભ મળી રહે અને લોકોને હરિદ્રાર જવામાં સરળતા થી ટ્રેન મળી જાય અને ખર્ચ પણ ઘટે અને સરળતા પણ રહે. જેથી પોરબંદરથી દિલ્હી ઉપડતી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તેવી સિનિયર સિટીઝન પૂંજાભાઈ કેશવાલાએ સાંસદ રમેશભાઈ ધડુક સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.