પોરાનાશક કામગીરી:આરોગ્ય વિભાગ પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેલેરીયા, ડેંગ્યુનાં નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની 2 ટીમ કામે લાગી

મેલેરીયા, ચિકનગુનીયા તથા ડેન્ગ્યુના નિયંત્રણ માટે રાણાવાવ વિસ્તારમા આરોગ્ય વિભાગની 2 ટીમ દ્રારા મચ્છર ઉત્પતિ સ્થાનોમા પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું.પોરબંદર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દેવના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકા અધિકારી આર.જી. રાતડીયા તેમજ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભરાડીયા દ્રારા સરકારની ગાઇડલાઇન મુજબ વાહક જન્ય રોગો મેલેરીયા, ચિકનગુનીયા તથા ડેન્ગ્યુના નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિ સ્થાનોમા પોરાનાશક કામગીરી માટે આરોગ્ય વિભાગની ખાસ 2 ટીમ દ્રારા રાણાવાવ શહેરી વિસ્તાર તેમજ અમરદડ ગામ જેવા વિસ્તારોમા ઘરે ઘરે ફરીને ટીમ દ્રારા પોરાનાશક કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...