તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:કોરોનાને પગલે લોકડાઉન દરમિયાન બંધ થયેલા જીમ અનલોક 3માં ખુલ્યા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંતે સરકારે મંજુરી આપતા નિયમો સાથે જીમનો પ્રારંભ થયો, નિયમિત સેનેટાઇઝ કરાશે

કોરોનાની મહામારીને લઈ લોકડાઉન અને અનલોક સરકારે જાહેર કર્યું હતું. જેને કારણે નાના ધંધા-રોજગારોથી લઈને મોટા ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડયો છે. અનલોક-થ્રી માં સરકારે જીમ અને યોગા કલાસ શરૂ કરવા માટેની મંજુરી આપી છે. પોરબંદરમાં જીલ્લા વહીવટીતંત્રએ જીમના સંચાલકો સાથે એક મીટીંગનું આયોજન કર્યું હતું. અને વિવિધ શરતોને આધીન જીમ શરૂ કરવા સુચનાઓ આપી હતી.

નિયમીત સેનેટાઈઝ પણ કરવામાં આવશે
એકસ્ટ્રીમ ફીટનેશ કેરના કેતનભાઈ કોટીયાના જણાવ્યા અનુસાર સરકારે જીમ શરૂ કરવાની મંજુરી આપી છે. જેમાં થર્મલ ગન થી ટેમ્પરેચર માપવાનું ફરજિયાત, સેનેટાઈઝ, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહીતના નિયમોની અમલવારી કરવા જણાવ્યું છે. એકસ્ટ્રીમ ફિટનેશ કેરમાં જીમનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અહીં એકસરસાઈઝ માટે આવતા મહિલાઓએ એવું જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સામે લડવા માટે ઈમ્યુનીટી પાવર ખૂબ જ જરૂરી છે. જે એકસરસાઈઝથી પણ મળી શકે છે. આથી સરકારે જે જીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે. પોરબંદરમાં જીમનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે એકસ્ટ્રીમ ફીટનેશ કેરના સંચાલકો દ્વારા સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્રાું છે. સાથેસાથે સેનેટાઈઝ માટેનું ખાસ મશીન પણ વસાવવામાં આવ્યું છે અને તેનાથી નિયમીત સેનેટાઈઝ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...