ભાજપ દ્વારા તડામાર તૈયારી:દ્વારકાથી પ્રારંભ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા પોરબંદર વિરામ પામશે; ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્રારા દ્વારકાધીશની ચોખટેથી પ્રારંભ કરાયેલી ગુજરાત ગૌરવ યાત્રા ગાંધીજીની જન્મભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની નગરી ખાતે 18 ઓક્ટોબરના રોજ વિરામ પામશે. ત્યારે આ સમાપન સમારોહ માટે પોરબંદર ભાજપ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસલક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા. આ તમામ ગૌરવપૂર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, 24 કલાક વીજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે.

ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન પોરબંદર ખાતે થવાનું હોવાથી ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા ભાજપ ટીમ તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. પોરબંદરમાં યોજાનાર સમાપન સમારોહ કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે. તેમ ભાજપ મીડિયા સેલના કન્વીનર સાગર મોદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...