વિવાદ:સરકાર ભાદર નદી ભરાય એટલો કદડો સમુદ્રમાં ઠાલવવા માંગે છે : મોઢવાડિયા

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક વિરોધી આ નિર્ણયને દરેક મોરચે પડકારવાનું કોંગ્રેસ દ્વારા રણશિંગુ ફુંકવામાં આવ્યું

જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો ભાદર ભરાઇ તેટલો કદળો સમુદ્રમાં થશે તેમ કહી કોંગ્રેસ દ્વારા આ લોકવિરોધી નિર્ણયને દરેક મોરચે પડકારવાનું રણશિંગુ ફૂંકવામાં આવ્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ આજે પોરબંદરમાં જણાવ્યું હતું કે જેતપુરના ઉદ્યોગોના કેમીકલયુકત કદળો સરકાર રૂ. 700 કરોડના ખર્ચે 105 કીમી પાઇપલાઇન નાખી નવી બંદરના દરિયામાં ઠાલવવા માંગે છે.

જેને લીધે રોજનો 80 કરોડ લીટર કદળો અને વાર્ષિક 3 કરોડ ટેન્કર કદળો દરિયામાં ઠલવાશે. તેને લીધે દરિયાઇ જીવ સૃષ્ટિનો નાશ થઇ જતા માછીમારોને તો દરિયામાં જવા જેવું જ નહીં રહે પરંતુ દરિયાકિનારાની આસપાસની ખેતીની જમીન અને ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ જતા ખેતી અને ખેડૂત પણ પાયમાલ થઇ જશે. સ્થાનિક લોકોને પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ બની જશે. હાલ આ જેતપુરના ઉદ્યોગોના કદળાને લીધે છેક ભેસાણ અને વિસાવદર સુધી ભૂગર્ભ જળને ખરાબ અસરો થઇ છે.

ત્યારે સરકાર તેને જેતપૂરથી ધોરાજી, માણાવદર, કુતિયાણા સહિત પોરબંદર સુધી પાઇપલાઇન મારફતે લાવવા માંગે છે અને જયારે પણ આ પાઇપલાઇનમાં લીકેજ સર્જાશે ત્યારે પ્રતિદિન 80 કરોડ લીટર એટલે કે 80 હજાર ટેન્કર ભરાઇ તેટલો કદળો આ પાઇપલાઇનમાંથી લીકેજ થતા પરિસ્થિતિ ગંભીર બની જશે અને માવનજીવન ભયમાં આવી જશે. સરકાર દ્વારા દલીલ કરવામાં આવી રહી છે કે ઉદ્યોગો દ્વારા પાણીને શુદ્ધ કરી દરિયામાં ઠલવવામાં આવશે પરંતુ આ દલીલમાં નવાઇ ઉપજાવે તેવી વાત એ છે કે પાણીને શુદ્ધ કરી ઝીરો પોલ્યુશનવાળુ કરી દેવામાં આવશે તો પછી તેને દરિયામાં ઠાલવવાની કોઇ જરૂર જ રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...