આવેદન:બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતાં અત્યાચાર રોકવા સરકાર પ્રયાસ કરે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર વીએચપી અને બજરંગદળે આવેદન આપ્યું

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ-શીખ સામે અત્યાચારની શ્રેણી બંધ થવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશ સરકાર હિન્દુઓ પરના હુમલા અને અત્યાચાર રોકવા માટે કડક પગલાં લે અને ભારત સરકાર આ ઘટનાઓને રોકવા માટે બાંગ્લાદેશ પર દબાણ લાવે, પીડિત લઘુમતી હિન્દુઓને ન્યાય અને સુરક્ષા, જીવન અને સંપત્તિના નુકસાન માટે યોગ્ય વળતર, હુમલાખોરોની ધરપકડ કરી સખત સજા આપવામાં આવે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે યોગ્ય પગલા લે તેવી માંગ સાથે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કલેકટર મારફત રાષ્ટ્રપતિ ને પત્ર પાઠવી રજુઆત કરી છે

અન્ય સમાચારો પણ છે...