પાણીની તકલીફ:સરકારે પીવાના પાણીની ફરીયાદ અંગે ટોલ ફ્રી નં. 1916 શરૂ કર્યો, જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો માટે સુવિધા

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઇટ સેક્શન દ્વારા નવી ફરિયાદ નોંધાશે

ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાના પાણીની ફરીયાદ અંગે સરકાર દ્રારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.1916 શરૂ કરાયા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીને લગતી ફરિયાદો જેમ કે હેન્ડ પંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે. તથા પાઇપ લાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે.

જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.1916 વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં 1800-233-3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. ws.gujarat.gov.in વેબસાઇટના સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...