આયોજન:ચેમ્બરની જનરલ બેઠક મળી, વિવિધ સમસ્યા અંગે વેપારીઓએ ચર્ચા કરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતે વિભાગને સમસ્યા નિવારણ માટે રજૂઆત કરાશે : મર્યાદિત સંખ્યામાં વેપારીઓ જાેડાયા

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના શહીદ થયેલ બીપીન રાવત તેમજ કોરોના દરમ્યાન ચેમ્બરના સભ્ય અને અન્ય મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલી આપી હતી. કોરોના કાળ દરમ્યાન ગત વર્ષ માં મિટિંગ ન બોલાવી શક્યા હોય, જેથી ગત વર્ષના વાર્ષિક હિસાબ અને આ વર્ષના હિસાબ રજૂ કરી તે જનરલ બોર્ડ દ્વારા પાસ કરેલ હતા.

ચેમ્બરના પ્રમુખ જીગ્નેશ કારીયાએ વેપારીઓના કોઈ પણ પ્રશ્નો હોય તો ખુલા મને ચર્ચા કરેલ જેમાં વેપારીને સરકારી કાયદા માં પડતી કનડગત, બેન્કના સ્ટાફ દ્વારા તોછડાઈ ભરેલું વર્તન તેમજ બપોરે 1.30 વાગ્યા બાદ ક્લિયરિંગમાં પડતી મુશ્કેલી, તોલમાપના વજન કાંટા ના લાયસન્સ રીન્યુની મુદત 1 વર્ષ ની હોય તેમના બદલે 2 વર્ષ કરવી, ફુડ ખાતાના લાયસન્સ રીન્યુ, વેપારીઓને પડતી ટ્રાફિક સમસ્યા સહિતની સમસ્યાઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખે આ સમસ્યાઓના નિવારણ માટે જે તે વિભાગને રજુઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ તકે મર્યાદિત સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...