તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખાદ્ય પદાર્થોના 20 નમુના લીધા

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ લીધેલ કાળામરીના 3 નમુના ગુણવતા યુક્ત ન હોવાનો રિપોર્ટ, વિગત આપવામાં તંત્રનો નનૈયો

પોરબંદરની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગતમાસે ખાદ્ય પદાર્થોના 20 નમૂના લેવાયા છે જ્યારે અગાઉ લીધેલ કાળામરીના 3 નમૂના ગુણવતા યુક્ત ન હોવાનો રિપોર્ટ આવ્યો છે પરંતુ આ અંગે વધુ વિગત આપવામાં તંત્રએ આનાકાની કરી હતી.પોરબંદર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓ મા ભેળસેળ થતી હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમયાંતરે સેમ્પલ લેવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં આ વિભાગ દ્વારા ગત માસે જિલ્લામાંથી ખાદ્ય ચીજોના 20 સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલોને વડોદરા લેબ ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ગત ડિસેમ્બર માસમાં આ વિભાગ દ્વારા કેટલાક ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ 3 સ્થળેથી કાળામરીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને લેબમાં મોકલતા કાળામરીના 3 સેમ્પલ ગુણવતા યુક્ત ન હોવાના રિપોર્ટ આવ્યા હોવાનું વિભાગના કર્મીએ જણાવ્યું હતું. આ સેમ્પલ ક્યાંથી લીધા હતા અને ક્યા વેપારીના છે તે અંગે આ વિભાગના કર્મીએ જણાવ્યું ન હતું. અને એવો જવાબ આપ્યો હતો કે એ વિગત અમારી પાસે ન હોય. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં તહેવારો દરમ્યાન ફરસાણ સહિતના ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોય જેથી આ વિભાગ દ્વારા વધુ સેમ્પલ લેવામાં આવે લોકો દ્વારા માંગ ઉઠી છે.

હાલતો એક માસમાં 30 સેમ્પલ પણ લેવામાં આવતા નથી જેથી ભેળસેળ કરનાર અને ઓછી ગુણવતા વાળા ખાદ્ય પદાર્થો વેચનારને મોકળું મેદાન મળી જતું હોય છે જેથી આ વિભાગ દ્વારા મુલાયમતા દાખવવાને બદલે કડક કાર્યવાહી કરી વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો