તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાના હેલ્થકેર વર્કરોને વેકશીનનો બીજો ડોઝ આપવાની કામગીરી આજથી શરૂ થશે. અત્યાર સુધીમાં કુલ 8 હજારથી વધુ લોકોએ વેકશીનનો પ્રથમ ડોઝ લીધો છે. પોરબંદર જિલ્લામાં કોરોનાથી રક્ષણ આપતી વેકશીનના કુલ 8000 ડોઝ આવ્યા છે. ગત તા. 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની વેકશીન આપવાની શરૂઆત થઈ હતી જેમાં હેલ્થ કેર વર્કરોને પ્રથમ તબક્કાની વેકશીનનો પહેલો ડોઝ આપ્યા બાદ ફ્રન્ટલાઈન વર્કરોને બીજા તબક્કાની વેકશીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 8159 લોકોને વેકશીન આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની હેલ્થકેર વર્કરોને આપવામાં આવેલ ડોઝ ને 28 દિવસ થતા આજે સોમવારે સિવિલ હોસ્પિટલ અને અડવાણા ખાતે 177 હેલ્થ વર્કરને વેકશીનનો બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ થશે. અને પ્રથમ ડોઝમાં જે વેકશીન આપવામાં આવી હતી તે જ કંપનીની વેકશીનનો બીજો ડોઝ એજ વ્યક્તિને એજ સ્થળે આપવામાં આવશે.
653 ફ્રન્ટલાઈન વર્કરોએ હજુ રસી નથી લીધી
આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન વર્કરોમાંથી 653 વ્યક્તિઓ એ રસી હજુ લીધી નથી. જેમાંથી કેટલાક પોલીસ કર્મીની બદલી થયેલ છે અને કેટલાક કર્મીઓને મેડિકલ કારણો જેવાકે ધાત્રી માતા, સગર્ભા મહિલા હોય તેઓએ વેકશીન લીધી નથી.
વેક્સિન લેવા અંગે ડીડીઓની અપીલ
પોરબંદર જિલ્લામાં 8 હજારથી વધુ વર્કરોએ વેકશીન લીધી છે અને તેઓને વેકશીન લીધા બાદ કોઈપણ જાતની ગંભીર અસર જોવા નથી મળી. સામાન્ય તાવ, નબળાઈ કે કળતર આવી શકે જે શરીરમાં વેકશીન અસરકારક નીવડી તે દર્શાવે છે. જેથી ગભરાવાની જરૂર નથી. એન્ટીબોડી થશે જેથી લોકોએ વારો આવે ત્યારે અવશ્ય વેકશીન લેવી જોઈએ. -વી. કે. અડવાણી, ડીડીઓ, પોરબંદર
આગામી દિવસોમાં ત્રીજો તબક્કો શરૂ થશે
ડીડીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં વેકશીન આપવાનો ત્રીજો તબક્કો શરૂ થશે. જેમાં 50 વર્ષથી નાના અને મોટા વ્યક્તિઓ કે જેઓને બીમારી છે તેવા જિલ્લાના 128000 વ્યક્તિઓને વેકશીન આપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.