ગોબર ધન યોજના અમલી કરાઈ:પોરબંદરમાં રાજ્યભરમાંથી સૌ પ્રથમ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-2 યોજના અંતર્ગત રાજ્યભરમાં કલસ્ટર બેઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ વિકાસ વિભાગ દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુધન ધરાવતા કુટુંબો માટે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે. રાજ્યભરમાંથી સૌ પ્રથમ પોરબંદર જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ આવતા ઘટક વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ પોરબંદર જિલ્લાના ફટાણા ગામે સૌ પ્રથમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. ફટાણા ગામના પશુધન ધરાવતા લાભાર્થી ઓડેદરા નાગા લીલાને ત્યાં વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ રાજ્યમાં સૌ પ્રથમ ઈન્સ્ટોલ કરાયો છે. ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી કુદરતી નિશૂલ્ક રાંધણ ગેસ મળી રહે છે. આ કુદરતી ગેસ સંપુર્ણ સુરક્ષિત અને સલામત છે. 2થી 3 એલ.પી.જી બોટલ જેટલું ગેસ ઉત્પાદન થાય છે સાથો સાથ સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનિક પ્રવાહી ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે.

આ બાયોગેસ પ્લાન્ટની મુળ કિંમત42 હજાર છે તેની સામે સરકાર દ્રારા 37 હજારની સબસીડી આપવામાં આવે છે. 5 હજારનો લોક ફાળો ભરી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા 2 કે તેથી વધુ પશુધન ધરવતા કુટુંબો આ યોજનાનો લાભ લઈ શકે છે. એસ.બી.એમની ટીમ દ્રારા કામગીરી હાથ ધરી નિયત થયેલ કુટુંબોને ગોબર ધન યોજનાનો લાભ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...