વેક્સિનેશન:પોરબંદર જિલ્લામાં 18+ને વેે‌ક્સિનનો પ્રથમ ડોઝ આપતા 143 દિ' થશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 2.88 લાખ લોકોમાંથી 13761 લોકોને રસી અપાઈ, દરરોજ 2000 વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ

પોરબંદર જિલ્લામાં 18+ને કોરોનાની વેે‌ક્સિનનો પ્રથમ ડોઝ અપાતા 143 દિવસ થશે. હાલ 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 2.88 લાખ લોકોમાંથી 13761 લોકોને રસી અપાઈ છે.

પોરબંદર જિલ્લામાં વેે‌ક્સિન આપવાની કામગીરી 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવી હતી. જેમાં હેલ્થ વર્કરોને રસી આપવામાં આવી હતી. બાદ ફ્રન્ટલાઈન વર્કરોને તા. 1 ફેબ્રુઆરીથી, 60 વર્ષથી ઉપરની વય ધરાવતા લોકોને તા. 1 માર્ચથી, 45 થી 59 વર્ષની વયે ધરાવતા લોકોને 1 એપ્રિલથી તેમજ 18 વર્ષથી વધુ વયનાઓ માટે તા. 4 જુનથી વેકશીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 18થી વધુ વય ધરાવતા લોકોને વેકશીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ત્યારે જિલ્લામાં રોજ માત્ર દોઢ કલાકમાં સ્લોટ ભરાઈ જાય છે. હાલ એક અઠવાડિયામાં 18થી 44 વયના 13761 લોકોએ વેે‌ક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. 18થી 44 ની વય ધરાવતા 299550 લોકો છે જેમાં એક અઠવાડિયામાં 4.59 ટકા વેક્સિનેશન થયું છે. હાલ પૂરતો 18+નાઓને દરરોજ 2000 લોકોને વેે‌ક્સિન આપવાનો ટાર્ગેટ છે. આ ગતિએ આગળ વધવામાં આવે તો પોરબંદર જિલ્લામાં 18+નાઓને પ્રથમ ડોઝ અપાતા 143 દિવસ થશે.

જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ 18+ નાઓને 2000 ડોઝ દરરોજના આપવામાં આવેછે પરંતુ આગામી દિવસોમાં 18+ નાઓને દરરોજ 5000 ડોઝ આપવાનો નિર્ણય લેવાય તો વેે‌ક્સિનનો પ્રથમ ડોઝ માત્ર 57 દિવસમાં આપી શકાય અને જો 10000 ડોઝ રોજના આપવાનો નિર્ણય થાય તો 18+ ના ઓને વેે‌ક્સિનનો પ્રથમ ડોઝ આપી માત્ર 28 દિવસમાં કામગીરી પૂર્ણ થાય તેમ છે. વેે‌ક્સિનના વધુ ડોઝ આવવાની શક્યતા છે, પરંતુ હાલ દરરોજ 2000 ડોઝ આપવાના છે જેથી 18+ ના ઓને વેે‌ક્સિનનો પ્રથમ ડોઝ આપતા 143 દિવસ થશે.

વેે‌ક્સિન આપવાના કેન્દ્રો બદલતા રહેશે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વેે‌ક્સિન આપવા કેન્દ્રોમાં જિલ્લા પંચાયત, છાયા, કડીયાપ્લોટ, બ્લોલ હેલ્થ ઓફીસમા દરરોજ વેે‌ક્સિન આપવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર બદલતા રહે છે જેથી ત્યાં પણ વેે‌ક્સિન કામગીરી ઝડપી આગળ વધી શકે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને લાભ મળી શકે.

હાલ વેક્સિનનો કેટલો જથ્થો છે?
પોરબંદર જિલ્લામાં 18+ના ઓને દરરોજ વેે‌ક્સિનના 2000 ડોઝ આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે હાલ 7900 ડોઝનો સ્ટોક છે.

વેક્સિનેશનની કામગીરી
જિલ્લામાં 60થી વધુ વયના 59453 લોકો પૈકી 52481 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 34787 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. જ્યારે 45થી 59 વય ધરાવતા 99782 લોકો માંથી 70973 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 32631 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.

હજુ પણ ડર, અફવાઓ અને અંધશ્રદ્ધાનું બજાર ગરમ
અંતરિયાળ, નેશ વિસ્તારોમાં વેકશીન અંગે જાગૃતિ લાવવામાં આવી છતાં રસી અંગેનો ડર અને કેટલીક અફવા તેમજ અંધશ્રદ્ધાને કારણે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ સારી છે કાંઈ થશે નહીં તેવી વાતોના કારણે કેટલાક લોકો વેે‌ક્સિન લેતા નથી. જિલ્લામાં ખાગેશ્રી અને બીલેશ્વર નેશના લોકોમા રસી લેવાનું પ્રમાણ નહિવત રહ્યું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...