તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ માટે તૈયારી:પહેલા 2685 હેલ્થ વર્કરોને કોરોનાની રસી અપાશે

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે પોરબંદર જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
 • જરૂરિયાત મંદ 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેક્સીનેશન કરવાની વહિવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

કોરોનાની વેકસીન આવતાની સાથે જ પોરબંદર જીલ્લાના ત્રણેય તાલુકાઓમાં આ વેકસીનને સ્ટોર કરવાની સુવિધા હાલ જે છે તેમાં વધારો કરી ઉભી કરવામાં આવશે અને પ્રાથમિક તબક્કે જીલ્લાના ત્રણેય તાલુકાઓના કુલ ૨૬૮૫ હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સીન લગાવવામાં આવશે, ત્યારબાદ અતિ જરૂરીયાત મંદ અને ૫૦ વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન કરવાની તૈયારી પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. અને વેક્સીન આવતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

કોરોનાની વેક્સીન આવવાના ભણકારા શરૂ થતાની સાથે જ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકોને વેક્સીન આપવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે પોરબંદર જીલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેડ કવાર્ટર, ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, ટીબી હોસ્પીટલ, ટીએચઓ પોરબંદર, આયુર્વેદિક વિભાગ, સીએસસી અડવાણા અને માધવપુર, પીએચસી બખરલા, ભડ અને ગરેજ તથા કડછ, મોઢવાડા, સીમર અને વિસાવાડા તથા યુપીએચસી છાંયા, કડિયાપ્લોટ, શિતલાચોક અને સુભાષનગર, તે ઉપરાંત ૧૦૮ વાન અને RBSK તથા ડીટીસીના મળીને કુલ ૧૮૬૬ હેલ્થ વર્કરોને તેમજ ટીએચઓ રાણાવાવ, સીએચસી રાણાવાવ, પીએચસી બિલેશ્વર, રાણાકંડોરણા તથા યુપીએચસી રાણાવાવ મળીને કુલ ૩૯૫ હેલ્થ વર્કરોને તેવી જ રીતે ટીએચઓ કુતિયાણા, સીએચસી કુતિયાણા, પીએચસી દેવડા, ખાગેશ્રી, મહીયારી અને યુપીએચસી કુતિયાણાના કુલ ૪૨૪ હેલ્થ વર્કરો મળીને જીલ્લાના કુલ ૨૬૮૫ હેલ્થ વર્કર્સનું પ્રાથમિક તબક્કે વેક્સીનેશન કરાશે. તે ઉપરાંત અતિ જરૂરીયાત મંદ અને ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રાથમિક તબક્કે વેક્સીનેશન કરવાની વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે.

વિવિધ હેલ્થ વર્કર્સનું વેક્સીનેશન કરાશે
૧- ગવર્નમેન્ટ ફેસીલીટી આપનારા ૩૫
૨- ગવર્નમેન્ટ હેલ્થ વર્કર્સ ૨૬૮૫
૩- પ્રાઇવેટમાં ફેસીલીટી આપનારા ૧૪૬
૪- ખાનગી વ્યક્તિઓ ૯૧૯
૫- અન્ય ૩૫

હાલ કોરોનાની સ્થિતી
છેલ્લા 24 કલાક દરમ્યાન 487 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી વધુ 3 વ્યક્તિઓના કોરોના પોઝીટવ હોવાના કેસ સામે આવ્યા છે, છેલ્લા 24 કલાક દરમ્યાન કોઇપણ કોરોના દર્દીનું મોત નીપજ્યુ નથી. આમ જીલ્લામાં કોરોના બીમારી અંગેના અત્યાર સુધીમાં 875 પોઝીટીવ કેસો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો