પોરબંદરની એક યુવતિની સગાઇ થઇ હતી પરંતુ તેના મંગેતરને તે યુવતિ પસંદ ન હોય તેણે યુવતિને સગાઇ તોડી નાખવા રાણીબાગ ખાતે મળવા બોલાવી અને તે યુવતિને માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેને લઇ પોલીસતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર છાંયામાં વણકરવાસમાં રહેતી યુવતી દિપ્તીબેન મનસુખભાઇ શિંગરખીયાની સગાઇ રાણપર ગામે રહેતા જય રાજુભાઇ વીંઝુડા સાથે થઇ હતી. પરંતુ રાજુભાઇને આ યુવતી પસંદ ન હોય અને તે સગાઇ તોડી નાખવા માંગતા હોય જય અને તેની માતા સહિત બંને પક્ષો રાણીબાગ ખાતે મળવા માટે ભેગા થયા હતા તે વખતે જય વીંઝુડાએ દિપ્તીબેનને ઢીકા પાટુનો માર મારી અને ગાળો કાઢી હતી.
આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના હે.કો. પી. ડી. સરવૈયાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.