તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌશલ્ય:મહિલા કોન્સ્ટેબલ બાઇક પર અનોખા કરતબ કરે છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની મહિલા કોન્સ્ટેબલ ચાર વખત રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવી ચૂકયા છે

પોરબંદરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તેની ટીમે ગનતંત્ર દિન અને સ્વાતંત્ર દિનના અવસરો પર બાઇક સ્ટંટ અને બાઇક પર યોગા કરી જોનારાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે આવા કરતબો પ્રદર્શિત કરી રાજ્યસરકાર તથા કેન્દ્ર સરકારમાંથી એવોર્ડ મેળવ્યા છે. મૂળ ગીરસોમનાથ જીલ્લાના અને પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અંકિતા જણકાટ બાઈક સ્ટંટમાં કોઈ સ્ટન્ટમેનને પણ પાછળ રાખી દે તેવી મહારત ધરાવે છે.

તેમના આ કરતબ બદલ તેઓ અત્યાર સુધીમાં 4 વખત રાજ્યકક્ષાએ એ એવોર્ડ મેળવી ચૂકેલ છે ખાસ કરીને તાજેતરમાંજ જૂનાગઢમાં યોજાયેલ સ્વાતંત્ર્ય દિનનારાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ તેમને બાઈક ઉપર સ્ટંટ પ્રદર્શિત કરી મુખ્યમંત્રીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓએ અગાઉ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ અંકિતા બેને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. અંકિતાબેન બાઈક પર અનોખા સ્ટંટ કરી બાઈક ચલાવે છે. ઊભીને બેસીને યોગ જેવા અનેક કરતબ બાઈક પર કરી જાણે છે, હાલ તેઓ પોરબંદર ટ્રાફિક પોલીસ માં પોતાની ફરજ બજાવે છે.

ડર નીકળી ગયા બાદ આદત પડી ગઇ છે
અંકિતાબેને વધુમાં જણાવ્યું છે કે બાઇક પર સ્ટન્ટ કરવા માટે તેમણે ખૂબ પ્રેક્ટિસ કરી છે. ખાસ કરી 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે કરતબો પ્રદર્શીત કરતા પહેલા 20 થી 25 દિવસ પ્રેક્ટિસ કરવી પડે છે. તેમણે ઉમેર્યું હતું કે બાઇક પર સ્ટન્ટ જોખમી છે, પણ અંદર થી ડર નિકડી ગયા બાદ અને આદત પડી જતા આવા સ્ટન્ટ કરવા સરળ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...