પ્રાકૃતિક ખેતી:બિલેશ્વરના ખેડૂતે કુદરતી ખેતી દ્વારા કેરીનો સારો પાક મેળવ્યો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીલી, ગાયના છાણની રાખ તેમજ આકડાના પાનનું મિશ્રણ કરી કેરીના પાકમાં છાંટી ઉત્પાદનમાં વધારો મેળવ્યો - Divya Bhaskar
બીલી, ગાયના છાણની રાખ તેમજ આકડાના પાનનું મિશ્રણ કરી કેરીના પાકમાં છાંટી ઉત્પાદનમાં વધારો મેળવ્યો
  • કોઇપણ પ્રકારની દવા વગર કુદરતી રીતે કેરી પકવે છે
  • આંબામાં પડતી જીવાતો માટે ખાટી છાશનો ઉપયોગ કરે છે

હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો સારો નફો મેળવવા માટે કેરીને કેમીકલ દ્વારા પકવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું પણ ચૂકતા નથી ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વરના એક ખેડૂતે કુદરતી ખેતી દ્વારા કેરીનો સારો પાક મેળવ્યો અને આ ખેડૂત કોઇપણ પ્રકારની દવા વગર કુદરતી રીતે કેરી પકવે છે અને સારો નફો પણ મેળવે છે.

રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામના ખેડૂત ભુપતભાઇ ગીગાભાઇ ઓડેદરા દ્વારા ઉનાળામાં કોઇપણ જાતની રાસાયણીક દવાઓનો ઉપયોગ કર્યા વગર કેરીનો પાક મેળવી રહ્યા છે. ભુપતભાઇ માત્ર ગૌમુત્ર તથા ગાયના છાણ માત્રથી ખેતી કરી રહ્યા છે અને કેરીનો સારો અને કુદરતી પાક મેળવી રહ્યા છે.

ભુપતભાઇ આંબામાં પડતી જીવાતો માટે ખાટી છાશનો ઉપયોગ કરે છે તો બીજી તરફ બિલી, ગાયના છાણની રાખ તેમજ આકડાના પાનનું મિશ્રણ કરી કેરીના પાકમાં છાંટી રહેવાથી તેના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભુપતભાઇ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ આ રીતથી ખેતી કરવામાં પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...