રજૂઆત:પોરબંદર ચોપાટીનો પ્રવેશ દ્વાર જર્જરિત અવસ્થામાં, દુર્ઘટના પહેલા મરામત કરો

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજારો પ્રવાસીઓ માટે ફરવાનું ઉત્તમ સ્થળ ચોપાટી પર દરવાજો કોઈનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે : કોંગ્રેસ

પોરબંદરની રમણીય ચોપાટી પોરબંદરવાસીઓ તથા અહીં આવતા હજારો પ્રવાસીઓ માટે ફરવાનું ઉત્તમ સ્થળ છે. પરંતુ ચોપાટીમાં પ્રવેશવાનું મુખ્યદ્વાર એટલી હદે જર્જરિત અવસ્થામાં છે કે જો તે પડશે તો અનેક લોકોનો ભોગ લેવાઈ જશે. જેથી તેની તાત્કાલિક મરામત કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદર નગરપાલિકાના રજૂઆત કરવામાં આવી છે કે શહેરની રમણીય ચોપાટીને વિકસાવવા પાછળ છેલ્લા પાંચ વર્ષમાં 25 કરોડ રૂપિયા જેટલી રકમ વપરાયા હોવા છતાં અહીં અનેકવિધ સમસ્યાઓ જોવા મળી રહી છે.

ચોપાટીમાં પ્રવેશવાનો પ્રવેશદ્વાર એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે તે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. આ પ્રવેશદ્વારના પીલરમાં મસમોટી તિરાડો પડી ગઇ છે એટલું જ નહીં છતના ભાગેથી સ્લેબમાંથી પોપડા પણ ખરી ગયા છે. જેને કારણે અહીં આવતા લોકોના જીવ પર જોખમ સર્જાયું છે. અહીંના લોખંડના દરવાજા કાટ ખાઈને બેવડા વળી ગયા છે જેથી આ દરવાજાઓનું સમારકામ કરવા માટે તંત્રએ વહેલી તકે જાગીને જર્જરિત પ્રવેશદ્વારને તોડી પાડીને નવા દરવાજાનું નિર્માણ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...