તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રેતીચોરીમાં પકડાયેલ ડંપર વાહન વનવિભાગ દ્વારા ખાલસા કરાવાયું

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સને રૂ. 1,11 લાખનો દંડ ફટકાર્યો, ડ્રાઇવર અને રેતી ભરનાર 3 શખ્સોને પણ દંડ ફટકાર્યો

રેતીચોરીમા પકડાયેલ ડમ્પર વાહન વનવિભાગ દ્વારા ખાલસા કરવામાં આવ્યું છે તેમજ શખ્સને રૂ. 1,11 લાખનો દંડ ફટકાર્યો છે.રાતડી ગામના દરિયા કિનારે જંગલ વિસ્તારમાં રેતી ચોરી થઈ રહી હોય તેવી બાતમી મળતા વનવિભાગની ટીમે વોંચ રાખી હતી તે દરમ્યાન તા. 27/05/21 ના વહેલી સવારે આ વિસ્તાર માંથી વેચાણ ના હેતુથી રેતીચોરી કરતું એક હાઇડ્રોલિક ડમ્પર GJ12 U 7018 સહિત શખ્સને ઝડપી લીધો હતો.

ભારતીય વન અધિનિયમની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બોરીચા ગામનો જગા મેપા કોડિયાતર નામના શખ્સની માલિકીનું આ ડમ્પર હોય અને આ શખ્સની પૂરછપરછ કરવામાં આવતા અગાવ પણ આ શખ્સે અહીં વાહન મારફત રેતી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આથી નાયબ વન સંરક્ષક દ્વારા ગઈકાલે આ શખ્સનું ડમ્પર વાહન ખાલસા કરવા તેમજ શખ્સને નુક્શાનીના વળતર તરીકે વસુલ કરવા રૂ. 1.11 લાખનો દંડ ફટકારવા હુકમ કર્યો છે. તેમજ આ રેતીચોરીમાં રેતી ભરનાર ડ્રાઇવર અને રેતી ભરનાર 3 શખ્સોને પણ 500 -500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...