તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:6 બસના ડ્રાઈવરો કંડક્ટરનું પણ કામ કરે છે

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ બસે પૈસા ગણવા સહિતની કામગીરી કરાતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાય છે : મુસાફરો અને ડ્રાઇવર વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હોય છે

પોરબંદરમાં 6 બસના ડ્રાઈવરો ડ્રાઈવીંગની સાથે સાથે સાથે કંડક્ટરોની કામગીરી પણ કરી રહ્યા છે, અને ચાલુ બસે બસના ડ્રાઈવરો દ્વારા કંડક્ટરની પૈસા ગણવા ટીકીટ કાપવા સહિતની કામગીરી કરવામાં આવતી હોવાથી આ બસમાં મુસાફરી કરતા અનેક મુસાફરોના અને ડ્રાઈવરનો જીવ જોખમમાં મુકાય છે. પોરબંદરમાં 6 બસના ડ્રાઈવરો દ્વારા ડ્રાઈવીંગની સાથે સાથે કંડક્ટરની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આ 6 રૂટની બસના ડ્રાઈવરો દ્વારા કંડક્ટરની કામગીરી કરતી હોવાથી મુસાફરોના અને ડ્રાઈવરનો જીવ તો જોખમમાં મુકાય જ છે, પરંતુ સાથો સાથ રસ્તામાં જ્યા બસનો સ્ટોપ આવે ત્યાં ગાડીમાં ચડતા મુસાફરોની ટિકિટ કાપી પૈસાની લેવડ-દેવળ કરી લીધા બાદ જ આ આવા ડ્રાઈવર કમ કંડક્ટર બસને આગળ ધપાવે છે, જેના લીધે મુસાફરીનો સમય વધી જાય છે, તે ઉપરાંત ઘણી વખત આવા ડ્રાઈવર કમ કંડક્ટર બસ ચલાવતા હોય ત્યારેજ મુસાફરોને કોઈ ઇમર્જન્સી ઉભી થાય અને બસ રોકવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે મુસાફરોને છેક આગળ ડ્રાઈવરની કેબીન સુધી જવું પડે છે, અને ત્યારે તેમની ઇમર્જન્સીની સમસ્યાનું નીરાકરણ આવે છે, જેના લીધે આરાજકતા સર્જાઈ રહી છે.

તે ઉપરાંત બસમાં જયારે આવા ડ્રાઈવર દ્વારા ચાલુ પૈસા ગણવાની કામગીરી કરવામાં આવતી હોય અને બસમાં વધુ સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય ત્યારે ગંભીર અકસ્માતની બીકમાં કોઈ મુસાફર ડ્રાઈવરને ચાલુ બસે પૈસા ન ગણવા કહે છે, ત્યારે મુસાફરો અને ડ્રાઈવરો વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય છે.

વળી આવા ડ્રાઈવર કમ કંડક્ટરનું કામ કરતા કર્મચારીઓને એસ ટી વિભાગ દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટર બન્ને જવાબદારી બદલ ડ્રાઈવર કરતા વધુ પગાર ચૂકવવામાં આવે છે, જેને લીધે એસ ટી વિભાગને કોઈ ખાસ ફાયદો થતો નથી અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે, તે નફામાં તે ઉપરાંત આવી ડબલ જવાબદારીની પોસ્ટ 1 વ્યક્તિને આપી દેવામાં આવતી હોવાથી અન્ય 1 વ્યક્તિ રોજગારીથી વંચિત રહી જાય છે. હાલ પોરબંદર ડેપોમાં આવા ડ્રાઈવર કમ કંડક્ટરની ડબલ જવાબદારી સંભાળનાર 9 ડ્રાઈવર કાર્યરત છે, જેને 6 રૂટ પર જવાબદારી સોંપવામાં આવી છે.

ક્યા રૂટો પર ડ્રાઈવરને કંડક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે ?
પોરબંદરમાં 6 જેટલા બસના ડ્રાઈવરો કંડક્ટરની પણ જવાબદારી સંભાળી રહ્યા છે, જેમાં પોરબંદર- દ્વારકા-સોમનાથ, સોમનાથ- દ્વારકા-પોરબંદર, પોરબંદર-સોમનાથ-દ્વારકા, દ્વારકા-સોમનાથ-પોરબંદર, અને પોરબંદર-જૂનાગઢ તથા જૂનાગઢ પોરબંદરનો સમાવેશ થાય છે. જેમાંથી પોરબંદર-દ્વારકા-સોમનાથ આવક જાવક ચારેય રૂટ પર 3 અને પોરબંદર જૂનાગઢ આવક જાવક રૂપ પર 2 સ્ટોપ આપવામાં આવે છે.

ગાઈડલાઈનનું પાલન થતું નથી
પોરબંદર ડેપો પરથી ઉપડતા 6 રૂટ પર ડ્રાઈવર કમ કંડક્ટરની બેવડી જવાબદારી સંભાળતા કર્મચારીઓ એક વખત ટિકિટ કાપી લઇ પૈસા લઇ લીધા બાદ બસ ચલાવવાની જવાબદારી સંભાળે છે, જેને લીધે પાછળ બેઠેલા મુસાફરો પાર ધ્યાન નથી આપી સકતા અને તેને લીધે હાલ કોરોનાકાળમાં પેસેન્જરોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ નથી કરાવી શકતા જેથી કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ તેવી સ્થતિ પણ સર્જાઈ રહી છે.

અમારા ડેપોમાં આવી બેવડી જવાબદારી સંભાળતા ડ્રાઈવર કમ કંડક્ટરને 6રૂટ પર મોકલવામાં આવે છે, અને તેમાં તેમની બેવડી જવાબદારીને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, તેમને લાંબા અંતરના રૂટ પર મોકલવામાં આવતા નથી, તેમજ તેમને મિનિબસ ચલાવવા આપવામાં આવે છે, અને રાતના રૂટ પર મોકલાતા નથી, અને જે રૂટ પર મોકલાય છે, તેમાં ખુબજ ઓછા સ્ટોપ રાખવામાં આવે છે. - હીરીબેન કટારા -ડેપો મેનેજર,પોરબંદર

અન્ય સમાચારો પણ છે...