તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:દેગામ નજીક અકસ્માત સર્જનાર કાર ચાલકના જામીન નામંજૂર

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે ત્રણ બાળકોને હડફેટે લીધા હતા : પિતરાઇ ભાઇ- બહેનના મોત નિપજ્યા હતા

દેગામ નજીક કાર ચાલકે અકસ્માત સર્જી 3 બાળકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં 3 બાળકો પૈકી પિતરાઇ ભાઇ- બહેનના મોત નિપજ્યા હતા. પોરબંદર ખંભાળિયા હાઇવે પર આવેલ દેગામ ગામ નજીક મુખ્ય હાઇવે પરથી ગત તા. 10 ઓગસ્ટના રોજ આરતી રમેશભાઇ ગોહેલ નામની 14 વર્ષીય તરુણી તથા તેની નાની બહેન ખુશાલી રમેશભાઈ ગોહેલ તથા તેનો પિતરાઇભાઇ મીત નીલેશભાઇ ગોહેલ નજીકમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે શેરી શિક્ષણ મેળવવા માટે જતા હતા તે દરમ્યાન ફુલ સ્પીડે આવી રહેલ કાર GJ01 HS 0188 ના ચાલક રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેતા સેજાદ નાસીરહુશેન કથીરીએ પોતાની કાર પુરઝડપે ચલાવીને ત્રણેય બાળકોને હડફેટે લીધા હતા.

અકસ્માત સર્જી કાર રોડની સાઇડમાં ઉતરીને ખેતરની દીવાલ તોડીને નીચે પહોંચી ગઇ હતી. અકસ્માતના આ બનાવમાં આરતી અને મીતનું મોત નિપજયું હતું જયારે ખુશાલીને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ ચાલક નાસી છુટયો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો અને જેલહવાલે કર્યો હતો.

દરમિયાનમાં જેલમાંથી જામીન ઉપર છુટવા માટે આરોપીએ તેના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જે અંગે જીલ્લા સરકારી વકીલએ ધારદાર દલીલ કરી હાઇકોર્ટના જજમેન્ટ પણ રજુ કર્યા હતા. બન્ને પક્ષની દલીલો બાદ ઇન્ચાર્જ સેશન્સ જજ એસ.બી. મન્સુરીએ આરોપી સેજાદ નાશીરહુશેન કથીરીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...