તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રતનપર પાટિયા નજીક રીક્ષા પલટી ખાઈ જતા ચાલકનું મોત

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં મુસાફરને ગંભીર ઇજા પહોંચી, મરણ જનાર રિક્ષાચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રતનપર પાટિયા નજીક રીક્ષા પલટી ખાઈ જતા ચાલકનું મોત થયું હતું જ્યારે મુસાફરને ઇંજા પહોંચતા મરણ જનાર રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે પોરબંદરના વિરડિપ્લોટમાં રહેતા રીક્ષા ચાલક ચીમનભાઈ ગોવિંદભાઇ રાઠોડ નામના 46 વર્ષીય પ્રૌઢની રિક્ષામાં સતારભાઈ ઇબ્રાહિમ જુણેજા તથા હુસેનભાઈ બેઠા હતા. અને આ રીક્ષા રતનપર પાટિયા નજીક પહોંચતા રિક્ષાચાલકે પોતાની રીક્ષા મારંમાર ગફલતભરી રીતે ચલાવી, રોડ પર એક ઢોર દેખાયેલ ન હોય જેથી અચાનક બ્રેક મારતા રીક્ષા પલટી મારી જતા રિક્ષાચાલક ને ગંભીર ઇંજા થતા તેનું મોત થયું હતું જ્યારે સતારભાઈ તથા હુસેનભાઈ ને ઇંજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મરણજનાર રિક્ષાચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...