ભાસ્કર ઇમ્પેક્ટ:જૂની કોર્ટ કમ્પાઉન્ડના જન સેવા કેન્દ્ર ખાતે પીવાના પાણીનું કુલર રીપેર થયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 માસથી જનસેવા કેન્દ્રમાં પાણીનું કુલર બંધ અંગેનો અહેવાલ ભાસ્કરમાં પ્રસિદ્ધ કર્યો હતો

જન સેવા કેન્દ્ર પાણી વિહોણી અને 3 માસથી પાણીનું કુલર બંધ હોવા અંગેનો અહેવાલ તા. 18/5ના દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ કર્યો હતો. ભાસ્કર ઈમ્પેક્ટ જોવા મળી છે. જન સેવા કેન્દ્ર ખાતે પીવાના પાણીનું કુલર રીપેર થયું છે અને પીવાનું પાણી મળતા અરજદારોએ હાશકારો અનુભવ્યો છે. પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવેલ જન સેવા કેન્દ્ર પાણી વિહોણી બની હતી. જન સેવા કેન્દ્ર ખાતે 3 માસથી પાણીનું કુલર બંધ હતું જેથી ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધા નહિ હોવાથી અરજદારોને પીવાનું પાણી ખરીદવુ પડે છે.

પાણીનું કુલર બંધ હોવાથી કુલર વિભાગમાં તાળા મારી દેવામાં આવ્યા છે અને અરજદારોને પીવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેવો અહેવાલ તા. 18/5 ના રોજ દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ લેખ પ્રસિદ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પીવાના પાણીનું કુલર તાકીદે રીપેર કરવામાં આવ્યું હતું તેમજ કુલર વિભાગના તાળા ખોલી નાખવામાં આવ્યા છે અને અરજદારો માટે આરો પ્લાન્ટનું શુદ્ધ પાણીનું કુલર ચાલુ કરી દેવામાં આવતારદારોએ હાશકારો અનુભવ્યો છે. અરજદારોએ દિવ્યભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...