તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:સીમર ગામે બનાવાયેલ ડોમનું લોકાર્પણ કરાયું

બગવદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો ધાર્મિક કાર્યક્રમો અને પ્રસંગોની ઉજવણી કરી શકે તે માટે સાડા 5 લાખના ખર્ચે કામ કરાયું

પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મંજુલાબેન વનરાજભાઈ કારાવદરાના જિલ્લા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી 5.50 લાખહની રકમથી સીમર ગામે ચોકમાં આવેલ સમસ્ત ગામના ગ્રામજનો સારો પ્રસંગ કરી શકે તે માટે વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સર્વ સમાજની વાડી ઉપરાંત શીવ મંદિર અને આંગણવાડી પણ આવેલ છે પરંતુ ઉપર ખુલ્લું હોવાથી શિયાળો, ઉનાળો અને ચોમાસામાં શિવભક્તો તેમજ આંગણવાડીના બાળકોને ખુબજ તકલીફ પડતી હતી. ગામના કોઈપણ વ્યક્તિને સારો પ્રસંગ કરવો હોય ત્યારે બહારથી મંડપ સર્વિસનું આયોજન કરવું પડતું હતું.

અને મંડપ સર્વિસ બાંધવી ખોલવી ઉપરાંત ભાડું ચૂકવવું વગેરે તકલીફ હોવાથી સીમર ગામના વતની અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાના ધ્યાને આવતાં તેઓએ પોરબંદર જિલ્લા પંચાયતના અધ્યક્ષ મંજુલાબેન વનરાજભાઈ કારાવદરાને રજૂઆત કરતાં જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સાડા પાંચ લાખ રૂપિયા મંજુર કરી ડોમ બનાવવાનું આયોજન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરીના હસ્તે ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મંજુલાબેન કારાવદરા, સીમર ગામના મહિલા સરપંચ રાંભીબેન મોઢવાડિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...