કામદારોનું કોન્ટ્રાકટરો દ્વારા શોષણ:પોરબંદર સરકારી હોસ્પિટલના કર્મચારીઓને પગાર ન ચૂકવાતા પરિવારજનોની દિવાળી બગડી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાકટ બેઝડ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ

પોરબંદરની સરકારી હોસ્પિટલના સફાઇ કામદારોને દિવાળીના તહેવાર ઉપર પણ ચૂકવણું ન કરાતા આ ગરીબ પરિવારોની દિવાળી બગડી ગઇ છે. આ કામદારોનું કોન્ટ્રાકટરો દ્વારા શોષણ થઇ રહ્યું હોવાના આક્ષેપો પણ થયા છે.

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ કરતા 60 જેટલા વર્ગ 3 અને 4 ના કર્મચારીઓએ કોરોનાકાળમાં જીવના જોખમે પુરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી. આ લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દિવાળી ટાણે જ તેઓના પગાર ન કરાતા તેઓની હાલત કફોળી બની ગઇ છે. જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથભાઇ ઓડેદરા, રામદેવભાઇ મોઢવાડિયા, અતુલભાઇ કારીયા વગેરે અગ્રણીઓ કર્મચારીઓને પગાર ન ચૂકવાતા હોસ્પીટલના તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓને સાથે રાખીને વહીવટી અધિકારીને દિવાળીનું બોનસ તથા પગાર ચૂકવવા માંગ કરી હતી.

કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોરબંદર સહિત રાજયની અનેક હોસ્પિટલોમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓનું મોટાપાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. તેમની પાસેથી વધુ કામ લેવામાં આવે છે. આ એજન્સીઓ કલાકોમાં તેમજ પગારમાં કામદારોનું શોષણ કરે છે. પુરતો પગાર આપવાને બદલે કાપ મુકીને તેઓનું આર્થિક શોષણ કરે છે. આમ ખાનગી એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...