તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીએ માઝા મુકી:મોંઘવારી મુદ્દે આવતીકાલે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતી ધરણાં કરશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહિણીઓને ઘર ચલાવવું દુષ્કર બન્યું : કોંગ્રેસ

મોંઘવારીએ માઝા મુકી છે જેથી ગૃહિણીઓને ઘર ચલાવવું દુષ્કર બન્યું છે તેવું જણાવી પોરબંદર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે આવતીકાલે બુધવારે માણેકચોકમાં સાંજે 4 વાગ્યે ઘરણાં યોજાશે.

પોરબંદર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું હતું કે, વિપક્ષમાં ભાજપ હતું ત્યારે લોકલાગણીને ઉશ્કેરીને અને ખાસ કરીને બહેનોને મોંધવારી દુર કરવાની દુહાઈઓ આપીને સત્તારૂઢ થઈ જનાર ભાજપ સરકારની ગૃહિણીઓ અને ગરીબ તેમજ મધ્યમવર્ગ વિરોધી નીતિને કારણે મોંઘવારીએ માજા મુકી છે ત્યારે મોંઘવારી બાબતે આમપ્રજાને જાગૃત કરવા સરકારના બહેરા કાન સુધી આમપ્રજાનો અને ખાસ કરીને બહેનો – ગૃહિણીઓનો અવાજ પહોંચાડવા માટે પોરબંદર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે બુધવારને તા. 7ના રોજ સાંજે 4 કલાકે માણેકચોક, પોરબંદર ખાતે ઘરણાં યોજાશે.

પોરબંદર મહિલા કોંગ્રેસના અગ્રણીઓ ભારતીબેન શિયાળ અને હંસાબેન તુંબડીયા સહિતની મહિલા કોંગ્રેસની અગ્રણીઓએ મોંધવારી મુદ્દે રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે પેટ્રોલ ડિઝલના ભાવ વધતાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આજે આસમાને પહોંચ્યા છે.

ગેસનો બાટલો પણ એકહજારે પહોંચવા જઈ રહયો છે, અમુલ દુધના ભાવમાં પણ એકાએક બે રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સીંગતેલનો ભાવ પણ આસમાનને આંબી રહયો છે ત્યારે મોંધવારીને કારણે ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓને ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે ત્યારે મહિલાઓને પડી રહેલી મુશ્કેલીઓને વાચા આપવા અને ગૃહિણીઓનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંજે 4 કલાકે માણેકચોકમાં ધરણા યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...