કાર્યવાહી:પો૨બંદ૨માં લેન્ડ ગ્રેબીંગના કેસમાં જામીન નામંજુ૨ ક૨તી ડિસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન પચાવી પાડનારા એક પ્રકારે જમીન માફીયા જ ગણાઈ તેવી વિગતવાર દલીલ રજૂ થઈ

પોરબંદર તાલુકાના મંડેર ગામે જમીન ધરાવતા જેન્તીભાઈ ગોવિંદભાઈ વાઢીયા દ્વારા જિલ્લા કલેકટ૨ સમક્ષ લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે ફરીયાદ દાખલ કરી તેના સગા અરજનભાઈ દેવશીભાઈ બાલસ દ્વારા તેની માલીકીની મંડેર ગામે આવેલી રેવન્યુ સર્વે નં. 736 જુના સર્વે નં. 903ની જમીનમાં ગેરકાયદેસર પેશકદમી ક૨ી જમીન પચાવી પાડવા પ્રયત્ન કરેલા હોય. આ સંબંધે આરોપી દ્વારા પોરબંદરની કોર્ટમાં, સ્પે. દાવો પણ કરેલો હતો. અને તે દાવો પણ કોર્ટે રદ કરેલો હતો.

આમછતાં જમીનનો કબજો મુકવાની દાનત ન હોવાના કારણે જ ફ૨ીયાદી દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે ફરીયાદ કરવાની ફરજ પડેલી હતી. પ્રથમ અરજનભાઈ દેવશીભાઈ બાલસ દ્વારા આગોત૨ા જામીન અરજી કરેલી હતી. પરંતુ તે આગોતરા જામીન અરજી પણ નામંજુર કરેલ હતી. અને ત્યારબાદ તા. 29/7/22 નાં તેની ધરપકડ થતા જેલ હવાલે થયેલા હતાં. અને ત્યારબાદ ચાર્જશીટ ફાઈલ થઈ જતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા અને તે અન્વયે પણ એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે વિગતવાર કોર્ટમાં વાંધાઓ આપેલા હતાં.

અને જામીન આપવા સામે વિરોધ દર્શાવેલો હતો. જમીન પચાવી પાડનારા એક પ્રકારે જમીન માફીયા જ ગણાઈ અને આવા જમીન માફીયાઓને અંકુશમાં રાખવા માટે થઈને જ જયા૨ે લેન્ડ ગ્રેબીંગ એકટ નો કાયદો બનાવેલો હોય અને કોર્ટ દ્વારા દાવો કાઢી નાંખેલ હોવાછતાં જમીનનો કબજો છોડવાને બદલે દાદાગીરી કરી કબ્જો જાળવી રાખતા હોય.

ત્યારે આવા ગંભીર ગુન્હામાં જામીન આપી શકાય નહીં. તેવા વાંધાઓ આપતા તેમજ જિલ્લા સરકારી વકીલ સુધિરસિંહ જેઠવા દ્વારા પણ વિગતવાર દલીલ કરી અગાઉ આગોતરા જામીન નામંજુર કરેલા હોય અને તેથી બીજીવાર જામીન આપી શકાય નહીં તેવી દલીલ કરતા અને પોલીસ પેપર્સ રજુ કરતા તે તમામ ઘ્યાને લઈ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ ભટ મેડમ દ્વારા રેકર્ડ ઉપરની તમામ બાબતો ઘ્યાને લઈ જમીન પચાવી પાડનાર અ૨જનભાઈ દેવશીભાઈ બાલસની જામીન અરજી નામંજુર કરેલી હતી.

આ કામમાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ સુધિરસિંહ જેઠવા, ફરીયાદી વતી એડવોકેટ દિપકભાઈ બી. ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.

અન્ય સમાચારો પણ છે...