પોરબંદરના જિલ્લા કલેકટરે ગઇકાલે માધવપુર ખાતે આવેલા માધવરાયજીના મંદિરની મુલાકાત લીધી હતી અને યાત્રાધામના વિકાસ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા પણ કરી હતી.માધવપુર ઘેડ પોરબંદર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ રુકમણી માધવરાય પ્રભુના વિવાહ ઉત્સવ મેળાનો ભવ્ય રીતે ઉજવણી થયા બાદ વૈશાખી પંચમીને શુક્રવારના પાવન દીવસે પોરબંદર જિલ્લાના કલેકટર તથા શાસ્ત્રોના જ્ઞાતા એવા અશોક શર્માએ માધવરાયની સ્તુતી વંદના દર્શન કરવા નિજ મંદીરે આવ્યા હતા.
ત્યાં માધવરાયજી મંદીરના કુલગોર તથા ટ્રસ્ટી એવા ભાગવતાચાર્ય જનકભાઈ પુરોહીતે તેઓનું સ્વાગત તથા પ્રભુનો ઉપરણો અર્પણ કરી સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓએ સ્વમુખે વેદોક્ત પુરુષસુકતની ઋચાઓનું લયબદ્ધ ગાન કરી પ્રભૂને મંત્રપુષ્પાંજલી અર્પણ કરી પ્રભુના આશીર્વાદ લીધાં હતા. ત્યારબાદ ટ્રસ્ટની ઓફીસમાં બેઠક યોજી અને મંદીરનો તથા યાત્રાધામના વિકાસ અંગે ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી. આ સમયે ડીડીઓ સહીત ગામનાં આગેવાનો પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.