કામગીરી:વિકાસના મોડેલનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધવપુર ગામના વિકાસ માટે સરકાર કટીબદ્ધ

પોરબંદર જિલ્લાનું માધવપુર ગામ ધાર્મીક દ્રષ્ટીએ જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વનું છે તેનું પૌરાણિક મહત્વ. માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો ઉત્સવ વર્ષોથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સ્થળની લોકપ્રિયતાને લઇને સરકારે આ સ્થળનો વિકાસ કરીને તેને વિશ્વ ફલક પર થઇ જવા માટે આ સ્થળનો આશરે 5 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે માધવપુરના વિકાસ માટે સરકારે 5 કરોડથી વધુની રકમ મંજુર કરી છે. આ પૌરાણિક સ્થાનોના વિકાસ માટે ખાસ એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે.

તેમણે તૈયાર કરેલ પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં તેની કામગીરી શરૂ ચૈત્ર માસમાં યોજાતા કૃષ્ણ-રૂકમણી વિવાહને પણ રાષ્ટ્રીય ફલક પર લઇ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. માધવપુરના વિકાસથી આ ઐતિહાસિક સ્થળ અને પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે.

અન્ય સમાચારો પણ છે...