તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:હરિયાણાના નાયબ મુખ્યમંત્રીએ કિર્તી - મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોનું આંદોલન જલ્દી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી
  • કેશોદ થઇ સોમનાથ દર્શને જશે

હરિયાણાના નાયબ મુખ્યમંત્રીએ પોરબંદર ખાતે કીર્તિમંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. દિલ્હી ખાતે કૃષિબીલ અંગે ખેડૂતોનું આંદોલન જલ્દી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુસ્યંત ચૌટાલા વિમાનમાં પોતાના પરિવાર સાથે સોમવારે સવારે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને જમીનમાર્ગે તેઓ દ્વારકા જવા રવાના થયા હતા. દ્વારકા દર્શન કર્યા બાદ તેઓ પરત પોરબંદર આવ્યા હતા અને મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ ખાતે મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લઈ ગૌરવની લાગણી સાથે ધન્યતાનો અનુભવ થયો છે. હરિયાણા, પંજાબના ખેડૂતોએ દિલ્હી ખાતે કૃષિબીલ અંગે આંદોલન છેડયું છે તે અંગે તેઓએ જણાવ્યું હતું સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થાય અને આ આંદોલન વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા રાખું છું. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે કેશોદ જવા રવાના થયા હતા અને સોમનાથ દર્શન કરવા જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો