તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડાની આગાહી:ફિશરીઝ વિભાગ દ્વારા બોટના ટોકન આપવાનું બંધ કરાયું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત વાવાઝોડા સંદર્ભે માછીમારો સાથે તકેદારી અંગે એસઓજીએ મિટિંગ યોજી
  • માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નજીકના બંદરે આશરો લેવા સુચના અપાઈ

વાવાઝોડાની આગાહીના પગલે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા બોટના ટોકન આપવાનું બંધ કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નજીકના બંદરે આશરો લેવા સૂચના અપાઈ છે. તકેદારી અંગે એસઓજી સ્ટાફ દ્વારા માછીમારો સાથે મિટીંગ યોજી હતી. અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર એલર્ટ બની છે.

વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તેવી ભીતિને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. તા.19મીએ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ ઉદભવી રહી છે. હવામાન વિભાગની આગાહી છેકે, 14મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે.આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન નજર રાખી રહ્યુ છે. જયારે તા. 16મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે. વાવાઝોડુ સક્રિય થયા બાદ કઇ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી. તા. 19મીએ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવનાને પગલે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ખેડવા જવા માટેના ટોકન આપવાના બંધ કરી દીધા છે. તેમજ માછીમારોને દરિયો ખેડવા ન જવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...