તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:પોરબંદરમાં માર્ચ મહિના કરતાં એપ્રિલમાં મોતનું પ્રમાણ 4.5 ગણું વધ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવરેજ માસિક 200 સ્થાને એપ્રિલમાં 520 અંતિમવિધિ કરાઈ

માર્ચ મહિનાની સરખામણી એ એપ્રિલ મહિનામાં પોરબંદરમાં મૃત્યુનું પ્રમાણ 4.5 ગણું વધી ગયું હતું. પોરબંદરમાં એવરેજ 200 ની અંદર થતી અંતિમવિધિની સંખ્યા એપ્રિલમાં 520 સુધી પહોચી ગઈ હતી. પ્રથમ લહેરમાં પોરબંદર શહેરને પ્રમાણમાં ખૂબ જ ઓછી અસર થઈ હતી પરંતુ ગફલતમાં રહેલા તંત્ર અને લોકોની બેદરકારીને લીધે કોરોનાની બીજી લહેરે પોરબંદરને રીતસરનું હચમચાવી નાખ્યું છે.

પોરબંદરમાં કોરોનાના કેસ વધી જતાં મોતનું પ્રમાણ માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલ મહિના દરમિયાન 4.5 ગણું વધી ગયું હતું. નવેમ્બર 2020 થી અત્યાર સુધીમાં થયેલા મોતના આંકડા જોઈએ તો નવેમ્બરમાં, ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં પોરબંદર શહેરમાં માસિક મોતની સંખ્યા 114 થી લઈ 218 સુધી રહી હતી જે એપ્રિલ મહિનામાં વધીને સીધી 520 થઈ જતાં પોરબંદર શહેરમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો.

નવેમ્બર થી 4 મે સુધી થયેલા મૃત્યુ

માસમૃત્યુ
નવેમ્બર-2071
ડિસેમ્બર-20218
જાન્યુઆરી-21187
ફેબ્રુઆરી-21149
માર્ચ-21114
એપ્રિલ-21520
1 મે થી 4 મે65
અન્ય સમાચારો પણ છે...