જિલ્લાનું નામ રોશન કર્યું:અડવાણા ગામની દિકરીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેદાન માર્યું

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિબંધ સ્પર્ધામાં ઇનામ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

અડવાણા ગામની દિકરીએ રાજયકક્ષાની સ્પર્ધામાં નિબંધ સ્પર્ધામાં સ્થાન મેળવ્યુ છે.કેન્દ્રીય સંતર્કતા આયોગ દ્વારા સંતર્કતા જાગૃતિ સપ્તાહ 2021 ની ઉજવણી કરવામાં આવેલ હતી. જેની થીમ સ્વતંત્ર ભારત@75 સત્યનિષ્ઠાથી આત્મનિર્ભરતા હતી. આ થીમ પર આધારીત રાજય કક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન લાંચ રૂશવત બ્યુરો ગુજરાત રાજય દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ગુજરાત રાજયના સંકલન મારફતે ઓનલાઈન આયોજન કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધામાં ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદરની બીજા વર્ષ કોમર્સ ગુજરાતી માધ્યમા અભ્યાસ કરતી ખાણધર પુજાબેન આર.એ નિબંધ લખીને મોકલેલ હતો. આ નિબંધને ગુજરાતી માધ્મયમાં રાજયકક્ષાએ ઈનામ મળેલ છે. ખાણધર પુજા અડવાણા ગામની દીકરી છે. અને અપડાઉન કરીને નિયમિત કોલેજ આવે છે. અડવાણા ગામની દિકરી પુજાબેનને આ સિધ્ધી મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા, હિનાબેન ઓડેદરા, કોલેજ ઇન્ચાર્જ આચાર્ય કેતનભાઈ શાહ, શિક્ષણવિદ ડો. એ.આર. ભરડાએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...