પોરબંદર વી.જે. મદ્રેસામાં અભ્યાસ કરનાર વિધાર્થીનીએ અસાધારણ સિદ્ધિ મેળવી છે. 2016 માં ધો. 10 માં સાટી સાહેબાબાનુ સલીમભાઇ એ 96.25 પી.આર. સાથે વી. જે.મદ્રેસા કન્યાશાળા માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ પોરબંદર ની ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ માં ઇલેક્ટ્રિકલ એન્જીનિયરનો ડિપ્લોમાં કરી ને અમદાવાદની વિશ્વકર્મા એન્જીન્યરીંગ કોલેજ માં મેરીટ પર પ્રવેશ મેળવીને ઉચ્ચ અભ્યાસ આગળ વધારી ને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિગ્રી મેળવતા એક નામાંકિત ખાનગી કંપનીમાં સારા પેકેજ સાથે ઇલેક્ટ્રિકલ એન્જીનીયર ની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.
આ દીકરીએ અભ્યાસમાં મહેનત કરી મેરીટ ના આધારે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આ દીકરીને બિરદાવવા માટે અખિલ કરછ સાટી સમાજના આગેવાનો પોરબંદર ખાતે આવ્યા હતા અને આ દીકરીને શિલ્ડ આપી સન્માનિત કરી દીકરીને આશીર્વાદ સાથે શુભેરછા પાઠવી હતી.
સાટી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, સમાજમાં દીકરા અને દીકરીઓને અભ્યાસ કરાવવો જ જોઈએ. ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવા અપીલ પણ કરી હતી. પોરબંદરના સાટી સમાજના આગેવાનોએ કરછથી આવેલ સાટી સમાજના આગેવાનોનું પુષ્પહાર અને શાલ પહેરાવી સ્વાગત કર્યું હતું.
દીકરીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે
મહત્વની વાત એ છેકે પોરબંદરની સાટી સાહેબાબાનુંના પિતા સલીમભાઈ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેને તેની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે તનતોડ મહેનત કરી હતી. આજે આ દીકરી નામાંકિત કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરની પોસ્ટ પર ફરજ બજાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.