તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • The Current Year Has Seen A Surge In Gold Purchases, With Huge Crowds Flocking To The Porbandar Market On Dhanteras Day For Shopping, Even Among Traders.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદીમાં ચમક:ચાલુ વર્ષે સોનાની ખરીદીમાં ચમક જોવા મળી, પોરબંદરની બજારમાં ધનતેરસના દિવસે ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી, વેપારીઓમાં પણ આનંદ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટુ વ્હીલરનાં વેચાણમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અડધોઅડધ ઘટાડો

પોરબંદરની બજારમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ ધનતેરસના દિવસે લોકોની વિવિધ વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડી હતી. અને સોનાની ખરીદીમાં જાણે ચમક જોવા મળી હોય તેમ ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ લોકોએ સોનાની ખરીદી કરી હતી. કોરોના વાયરસના કારણે વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા અને અમુક વેપારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ હતું. ત્યારે દુકાન કામ કરતા કામદારોને પગારનું ચૂકવણું કરવામાં પણ ફાંફા પડી ગયા હતા.

પરંતુ હાલ કોરોનાવાયરસની મહામારીના કપરા સમયમાં દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે જાણે ધંધા રોજગાર પણ ખીલી ઉઠી હોય તેમ પોરબંદરની બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે ધનતેરસના દિવસે પોરબંદરની બજારોમાં ઉમટી પડ્યા હતા. એક નજરે જોતા છેલ્લા ઘણા લાંબા સમય બાદ વેપારીઓના ચહેરા પર આનંદની લાગણી પ્રસરી હતી. સોનાની ખરીદીમાં ચમક જોવા મળી હતી. પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઈલેક્ટ્રીક વસ્તુઓનું વેચાણ કરનાર વેપારી અગ્રણી નિરવભાઈ કારીયા દ્વારા એવું જણાવ્યું હતું કે,

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી વગેરે વસ્તુઓની ખરીદીમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે તો પોરબંદરના સોની મહાજન પ્રમુખ જયંતભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ધનતેરસના દિવસે સોની બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી અને ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાની ખરીદીમાં વધારો થયો હતો. કોરોનાવાયરસની મહામારીના કારણે લગ્નનો માહોલમાં છેલ્લા ઘણા સમયથી બિનજરૂરી ખર્ચા કરવાનું લોકોએ ટાળ્યું છે અને સોશયલ ડિસ્ટન્સ સહિતના સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી લગ્ન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ટૂંકમાં જ સમેટી લેવાઇ છે ત્યારે કોરોનાના કાળમાં ઘણા મહિનાઓ બાદ શહેરમાં લોકોની ભારે ભીડ નજરે પડી હતી. અને વેપારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.

ગત વર્ષે દિવાળીની સિઝન દરમિયાન 120થી વધુ બાઇકનું વેચાણ અમારે ત્યાંથી થયું હતું. પરંતુ ચાલુ વર્ષ દરમિયાન છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ બુકિંગ આવી રહ્યું છે અને ધનતેરસના દિવસે 20 જેટલી બાઈકની ડીલેવરી આપવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન ગત વર્ષની સરખામણીમાં ટુ વ્હીલરનાં વેચાણમાં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે. અને અમારે ત્યાંથી છેલ્લા એક અઠવાડિયામાં 55 થી 60 જેટલી બાઇકનું વેચાણ થયું છે.લોકોએ

આસોપાલવના તોરણની ખરીદી કરી

કીર્તિ મંદિર પાસે માણેકચોકમાં લોકોએ સુશોભન અને શણગાર માટે ફૂલોની સાથોસાથ આસોપાલવના તોરણની પણ ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો