કોર્ટનો હુકમ:પરિણીતાને માસિક 15 હજાર ભરણ - પોષણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુ:ખ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકયાની પરિણીતાએ ફરિયાદ કરી હતી
  • પોરબંદરની નામદાર ફેમીલી કોર્ટમાં ભરણપોષણની અરજી થઇ હતી

હાલ પોરબંદરના ખાપટમાં રહેતી પરિણીતા અગાઉ અમદાવાદ પતિ સાથે રહેતી હતી ત્યારે પતિને દુ:ખ ત્રાસ આપતો હોય અને પતિએ તેને કાઢી મૂકતા આ મહિલાએ પોરબંદરની અદાલતમાં ભરણપોષણની અરજી કરતા અદાલતે મહિલા તથા તેના સગીર પુત્રને પતિ દ્વારા માસિક રૂ. 15000 ચૂકવવામાં આવે તેવો હુકમ ફરમાવેલ છે.

ખાપટમાં રહેતી સોનલ જયેશભાઈ ગોહેલ નામની મહિલા લગ્ન બાદ તેના પતિ સાથે અમદાવાદ રહેતી હતી અને તે દરમિયાન તેના પતિ દ્વારા તેની ઉપર ખોટી શંકાકુશંકાઓ કરી કજીયા કંકાસ કરી ગાળો આપી મારકૂટ કરી દુ:ખ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

તેમ છતાં પરિણીતાએ સંસાર ચલાવવા આવા દુ:ખ ત્રાસો મુંગા મોઢે સહન કરતા તેમ છતાં તેના પતિ જયેશ રામજી ગોહેલે સોનલબેનને ઘરમાં કાઢી મુકતા સોનલબેનને પોતાના પિયરમાં ઓસીયાળું જીવન જીવવા ફરજ પડી હોવાથી સોનલબેને અદાલતમાં અરજી કરી હતી.

જે અરજી સબબ સોનલબેનના વકીલ જગદીશભાઈ મોતીવરસે ધારદાર દલીલો કરતા પોરબંદરની નામદાર ફેમીલી કોર્ટે સોનલબેનના પતિ જયેશ રામજી ગોહેલને સોનલબેન તથા તેની સગીર પુત્રને માસિક રૂ. 15000 ભરણપોષણ પેટે ચૂકવવાનું હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...