તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:પોરબંદરની ફાયનાન્સ કંપનીમાં છેતરપીંડી કરનાર મેનેજરના જામીન કોર્ટે નામંજૂર કર્યા

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી આવી હતી
  • 67 લાખથી વધુની રકમની ઉચાપત કરી, 20થી 22 લોકો સાથે છેતરપીંડી કર્યાનો ગંભીર આરોપ છે

પોરબંદરની ફાયનાન્સ કંપનીમાં છેતરપિંડી કરનાર મેનેજરના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. 67 લાખથી વધુની રકમની ઉચાપત કરી હોય તેમજ 20થી 22 લોકો સાથે છેતરપીંડી કર્યાનો ગંભીર આરોપ હોય જેને ધ્યાને રાખી કોર્ટ જામીન નામંજૂર કર્યા હતા.

પોરબંદરના પરષોત્તમભાઈ પાંચાભાઈ સોલંકીની ફરીયાદ મુજબ એસ.કે.ફાયનાન્સ ના મેનેજર રાહુલ મથુરભાઈ રૂઘાણીએ ફરિયાદીની કાર પર રૂ.3.50 લાખ લોન લઈ, ફરીયાદીના ખાતામાંથી લોનના હપ્તા પેટે એડવાન્સ માં આપેલ ચેક ની રકમનો હપ્તો ખાતા માંથી ઉપાડી છેતરપિંડી કરી હતી. પોલીસે તપાસ શરૂ કરતા આશરે 20 થી 22 જેટલા વ્યક્તિ આ એસ.કે. ફાયનાન્સના મેનેજર રાહુલ દ્વારા વાહનો પર ફાયનાન્સ કરી લોન કરાવી આપવાનુ જણાવી દસ્તાવેજો માં સહી કરી મંજુર થયેલ લોન ની રકમ આરોપી પોતાના ખાતામાં જમા લઈ લેતા અને ત્યારબાદ પોતાના અંગત ઉપયોગ માં વાપરી નાખતો. એ રીતે આશરે રૂ.67 લાખથી વધુ રકમની છેતરપીડી કરી હતી.

.પોલીસે રાહુલની ધરપકડ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ. બાદ આ આરોપી રાહુલ રૂઘાણીએ તેઓ આ ગુન્હા માં નિર્દોષ હોવાનું જણાવી જામીન પર મુક્ત થવા પોરબંદર ની સેસન્સ કોર્ટ માં અરજી કરેલી. આરોપીની જામીન અરજીની સરકાર તરફે વકીલ અનિલ લીલા રહ્યા હતા. બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી રાહુલની જામીન પર મુક્ત થવાની અરજી પોરબંદર ના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...