સજા:ખૂનની કોશીષના ગુનામાં 4 આરોપીને કોર્ટે 10 વર્ષની સખત સજા ફટકારી`

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વકીલે 41 જેટલા દસ્તાવેજી પુરાવા તથા 21 સાક્ષીને તપાસી મહત્વની ઓથોરિટી રજૂ કરી

ખૂનની કોશિષ ના ગુન્હામાં 4 આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી રૂ. 3 હજાર દંડ ફટકાર્યો છે. કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હા મુજબ ગોપાલ રતનશી પોસ્તરીયા, પાર્થ ગોપાલ પોસ્તરીયા, હેમંત ગોપાલ પોસ્તરીયા અને જીગ્નેશ સુરેશ પોસ્તરીયા નામના આરોપીઓએ ગત તારીખ 21/6/2018ના રોજ દસેક વાગ્યાના અરસામાં પોરબંદરના હોળી ચકલા ખારવાવાડ ખાતે પ્રેમિલાબેન પ્રેમજી ફરીયાદીના ભાણેજ પોલીસને આરોપીઓના સંબંધી મનીષનું ઘર બતાવશે તેવી શંકાના આધારે આરોપીના સંબંધી પ્રેમીલાબેન પ્રેમજીએ ફરીયાદીના ભાણેજને ગાળો બોલતા ફરીયાદીએ તેને ઠપકો આપતા તેના મન દુખના કારણે આ ચારેય આરોપીઓએ બેજ બોલ ઘોકો, લોખંડનો પાઇપ વગેરે ઘારણ કરી ફરીયાદી તથા સાક્ષીને શરીરે ઢોકા તથા પાઈપ વડે મુંઢમાર મારી ગુન્હો કરેલ હતો જે અંગે કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો.

ગુન્હો દાખલ થતાં આ અંગેનો કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.પંચાલની કોર્ટમાંં પોરબંદરમા ચાલી જતાં આ કામે પ્રોસીકયુટર દ્વારા ધારદાર દલીલ તથા કુલ 41 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ 21 જેટલા સાક્ષીને તપાસવામાં આવેલ અને મહત્વની ઓથોરીટીઓ રજુ કરેલ હતી. રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ અને ઓથોરીટીઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી પોરબંદરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.પંચાલ દ્વારા આરોપી ગોપાલ રતનશી પોસ્તરીયા, પાર્થ ગોપાલ પોસ્તરીયા, હેમંત ગોપાલ પોસ્તરીયા અને આરોપી જીગ્નેશ સુરેશ પોસ્તરીયાને આ ગુન્હામાં કસુરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂ. 3 હજારનો દંડ ફટકારેલ છે.

અન્ય સમાચારો પણ છે...