પોરબંદરમાં એક કપલે પોલીસકર્મીનો કોલર પકડીને તેની સાથે માથાકુટ કરતા પોલીસકર્મીએ આ કપલ સામે ફરજમાં રૂકાવટ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ગોપાલ દેવશીભાઇ વેગડા ગઇકાલે સાંજના સમયે કડિયા પ્લોટ વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે અરવિંદભાઇ ઉર્ફે અજુભાઇ રામભાઇ વેગડા તથા તેમની પત્ની કમળાબેન અરવિંદભાઇ વેગડા જાણતા હોવા છતાં કે ગોપાલ રાજ્ય સેવક છે તેને ગાળો બોલી અને તેમની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું.
આ સાથે તેમનો કોલર પકડીને વર્દી ખેંચતા વર્દીના બટન તોડી નાખ્યા હતા અને અરવિંદભાઇએ તેમને ધક્કો મારીને તેમની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આ કપલ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એન. ડી. વાજાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.