ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના નિયમિત ઉમેદવારોની પરીક્ષા તા. 14 માર્ચથી થી તા. 29 માર્ચ સુધી પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમા યોજાનાર છે.
આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોષીએ જાહેરનામાં દ્વારા પોરબંદર જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં તા. 14 થી 29 માર્ચ સુધી સવારના 9:30 કલાકથી સાંજના 7 કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાતા કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં સરકારી પ્રતિનિધિ સિવાય મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો, ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. તથા આ પરીક્ષા દરમ્યાન જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં કોઇ પણ માર્ગ, ચોક કે ગલીઓમાં બે કે તેથી વધારે લોકોએ એકઠા થવા, સરઘસો કાઢવા, સૂત્રો પોકારવા, લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન જાહેરનામુ લાગુ પડશે નહી તેવું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.