વ્યવસ્થા કરવા માંગ:ખારવાવાડમાં આવેલ ઓવરહેડ વોટર ટેન્કનો સંપ ખુલ્લો, ગંદકીનું સામ્રાજ્ય

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેરમાં પાણીના પરબમાં પાણીની વ્યવસ્થા કરવા માંગ

પોરબંદર શહેરમાં પાણીના પરબમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ખારવાવાડમાં આવેલ ઓવરહેડ વોટર ટેન્ક સંપ ખુલ્લો જોવા મળે છે અને ગંદકીના ગંજ ખડકાયા છે જેથી યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી વિપક્ષ સુધરાઈ સભ્યએ લેખિતમાં રજુઆત કરી છે. ખારવાવાડ વિસ્તારમાં જૂની મરછી માર્કેટ પાસે ઓવરહેડ વોટર ટેન્ક આવેલ છે. સંપ ખુલ્લો છે. સંપ માંથી પાણી ટેન્કમાં જાય છે.

ખુલ્લો સંપ હોવાથી જીવ જંતુ પડી જાય છે. અને કોઈ અઘટિત ઘટના બની શકે છે. ઉપરાંત અહીં કચરો અને ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. પાલિકા દ્વારા નવી ઇલેક્ટ્રિક પમ્પ લગાવેલ છે પરંતુ તેમના ઓપરેટિવ સ્વીચ બોર્ડ ખુલ્લી જગ્યામાં પડેલ છે. રૂમ બનાવવામાં આવ્યો નથી. ચોમાસા દરમ્યાન શોક સર્કિટ થઈ શકે છે જેથી અહીં રૂમ ની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જાળવણી માટે ચોકીદાર રાખવામાં આવે અને ટેન્ક કમ્પાઉન્ડ મા કચરો અને ગંદકીની સફાઈ કરી યોગ્ય જાળવણી કરવામાં આવે.

આ ઉપરાંત હાલ ઉનાળામા કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાએ બનાવેલ પાણી માટેના પરબ બંધ છે. ખાસ કરીને ચોપાટીમા પાણીનું પરબ બંધ છે, શીતલાચોક, કમલાબાગ, નાગાર્જુન પાર્ક સહિતના વિવિધ સ્થળોએ પાણીના પરબ બંધ છે તે પાણીના પરબમાં યોગ્ય સુવિધા કરી તાકીદે પાણી મળતું થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ.

લોકોને પીવાનું પાણી મળી રહે. હાલ પાણીના પરબમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી લોકો પીવાનું પાણી વેચાતું લઈ રહ્યા છે. આથી સમસ્યાઓનું નિરાકરણ કરી યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી વિપક્ષ સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...