વિરોધ:ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના 130 ગ્રામ પંચાયતના ઓપરેટરોએ ઇ-ગ્રામ વીસીઇના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.ગુજરાત રાજયની પાયાની અને સરકારી તમામ ડીઝીટલ કામગીરીની અમલવારી કરતા વીસીઇ (ઇ-ગ્રામ)ની વિવિધ માંગણીઓને લઇને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ડીઝીટલ કામ કરતા વીસીઇમાં કમિશન બેઝથી કામ કરી રહ્યા છે અને તેમને પગાર ચૂકવાતો નથી જેથી તેઓને પગાર ધોરણ લાગુ કરવા માટે વીસીઇ મંડળ દ્વારા સરકારમાં અવાર નવાર રજુઆતો કરાઇ છે.

તેમજ વીસીઇ મંડળના હડતાલનું એલાન કરાયા બાદ સરકારે મૌખિક બાંહેધરી આપ્યા બાદ પણ કોઇ પ્રકારનું નિરાકરણ કરાયું નથી. વીસીઇને સરકારી કર્મચારી જાહેર કરવા અને સરકારે કર્મચારી જેટલું કામ કરતા હોય જેથી સરકારના 240 દિવસના નિયમ મુજબનું અમલ કરી આપવા માંગ કરાઇ હતી.

પંચાયત વિભાગ, મહેસુલ વિભાગ, કૃષિ વિભાગ, નાગરીક અને અન્ન પુરવઠા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ 57 જેટલી ડીઝીટલ સેવા સેતુનું કામ એક માત્ર વીસીઇ કરે છે. જેને ધ્યાને લઇ વર્ગ-3 નો દરજ્જો આપી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. રાજય વ્યાપી આંદોલનમાં 130 જેટલા ગ્રામ પંચાયત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરીને વીસીઇને તમામ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...