ફરિયાદ:રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં થયેલ દુર્ઘટનાના 10 માસ બાદ ફરિયાદ નોંધાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં રો મીલ બેગ હાઉસમાં આશરે 85 મીટરની ચીમનીમાં સમારકામ માટે સેફટી રાઈઝ કંપની દ્વારા જમીનથી આશરે 40 મીટર ઉપરના ભાગે પ્લેટફોર્મ બનાવી તેના પર 41 મીટરનું સ્કેફોલ્ડિંગ લગાવવામાં આવેલ હતું. જે સ્કેફોલ્ડિંગ સેફટી રાઈઝ કંપનીના મજૂરો તથા સુપરવાઈઝરો છોડવા માટે ચીમનીમાં ઉપરના ભાગે આવેલ પ્લેટફોર્મ ઉપર ગયેલ હતા.

જ્યા લેબર સુપરવાઈઝર એવા મૂળ બિહારના અશરફ અલી સકુર શાહ અને યુપીના વિવેક રાકેશ મોર્યા નામના સાઈડ ઇન્ચાર્જ મજૂરોને માર્ગદર્શન આપવાની તથા કામ પર દેખરેખ રાખવાની જવાબદારી હોવા છતાં સીધી દેખરેખ નહિ રાખી 6 મજૂરોને ચીમનીમાં અંદર એકલા કામ કરવા માટે મોકલી બેદરકારી દાખવી હતી. દુર્ઘટના સર્જાતા ચાર જેટલા મજુર દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.

તેમજ અન્ય મજૂરોને ઈજા પહોંચી હતી. આ અંગે રાણાવાવ પોલીસ મથકના પીએઆઈ પી.ડી. જાદવે ફરિયાદી બની લેબર સુપરવાઈઝર સહિત 2 સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામનાર ચાર કામદારોને પણ આરોપી તરીકે દર્શાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...