તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSI સામે આક્ષેપ:યુવાનને ઘેરથી તલવાર સહિત હથિયાર કબ્જે કર્યાનું ફરિયાદમાં ખોટું દર્શાવ્યું !

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએસઆઇ વિરૂદ્ધ જિલ્લા પોલીસવડાને રજુઆત : સસ્પેન્ડ કરવા માંગ કરાઇ

પોરબંદરના કડીયાપ્લોટ હાઉસીંગ બોર્ડ કોલોનીમાં પોલીસલાઈનની પાછળ રહેતા અજયસિંહ વનુભા જેઠવા નામનો યુવાન જાહેરમાંથી મુઠવાળી તલવાર લઈને મળી આવ્યો હતો અને પોલીસે તેના ઘરની તલાશી લેતા ઘરમાંથી પણ વધુ એક તલવાર અને બેઝબોલના બે ધોકા, બે લાકડી અને લાકડાનો એક કટકો તથા લોખંડનો પાઈપ મળી આવ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે અજયસિંહ જેઠવાએ જિલ્લા પોલીસવડાને એક ફરિયાદ અરજી કરી જણાવાયું છે કે કમલાબાગ પોલીસ મથકના પીએસઆઇ વિજય રણછોડભાઈ ચોસલા તેમજ તેની સાથે કિરણ અને ગોપાલ સહિતના અજયસિંહની વિરૂધ્ધમાં જે ફરિયાદમાં દાવો કર્યો છે તે ખોટો છે. પોતે ઘરની બહાર તલવાર લઈને નીકળ્યો જ ન હતો, પરંતુ પી.એસ.આઈ. ચોસલા સાથે લોકરક્ષકના આ જવાનો કોઈપણ જાતના વોરન્ટ વિના તેના ઘરમાં ઘૂસી ગયા હતા. આ યુવાન પોતે જાતે હિન્દુ ક્ષત્રિય હોવાથી શકિતની ઉપાસના તેમના માટે મહત્વની બની રહે છે અને એટલે જ માં શકિતની ઉપાસના માટે ઘરમાં પૂજા માટેની બે તલવારો અને બેઝબોલના બે ધોકા રાખ્યા હતા.

જે તમામ મુદામાલ પી.એસ.આઈ. ચોસલા સહિતનાઓ લઈ ગયા હતા. પંચના કોઈ માણસો ઘરે આવ્યા ન હતા. જેની સાબિતીરૂપે આ યુવાન પાસે સી.સી. ટીવી કેમેરાના ફૂટેજ પણ આપ્યા છે. મહત્વની વાત એ છે કે જે-તે સમયે પી.એસ.આઈ. ચોસલા સહિતનો કાફલો અજયસિંહના ઘરે પહોંચ્યો ત્યારે તે તમામ યુનિફોર્મ પહેરેલા પણ ન હતા. આ યુવાનને પી.એસ.આઈ. ચોસલાએ ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને ફીટ કરી દીધો હોવાની રજુઆત થઈ છે અને તાત્કાલીક સસ્પેન્ડ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...