તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં ગુજરાત સેવા આયોગ ગાંધીનગર દ્વારા પોલીસ ઇન્સ્પેકટર વર્ગ 2 ની બિન હથિયાર ધારી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષા 3 જાન્યુઆરીએ યોજાશે જેમાં 5 પેટાકેન્દ્રના 50 વર્ગમાં 1184 ઉમેદવારો પરીક્ષા આપશે. ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા પોલીસ ઇન્સ્પેકટર વર્ગ 2 ની બિન હથિયાર ધારી માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પોરબંદરમાં 3 જાન્યુઆરી 2021મા યોજાશે. રવિવારે સવારે 11 થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે જેમાં જિલ્લા મથકે કુલ 5 પેટા કેન્દ્રના કુલ 50 બ્લોકમાં સંભવિત 1184 ઉમેદવારો પરીક્ષા આપશે.
જેમાં પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, ચમ મેમોરિયલ સ્કૂલ, જે.વી. ગોઢાણીયા ગર્લ્સ સ્કૂલ યુનિટ 1 અને યુનિટ 2 મા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. એક બિલ્ડીંગમાં 22 થી 25 નો સ્ટાફ ફરજ બજાવશે ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. કોરોનાને પગલે ગાઈડ લાઈનના પાલન સાથે આ પરીક્ષા યોજવામાં આવશે. જેના માટે આયોગ દ્વારા સેનેટાઈઝર અને માસ્ક પણ પુરા પાડવામાં આવ્યા છે. આ પરીક્ષા અંગેની તૈયારી પોરબંદર ખાતે પૂર્ણ થઈ ચૂકી છે. અને આ અંગેની મિટિંગ કલેકટરને અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી તેવું જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીના સંદીપ સોનીએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.